Back

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી લારી ગલ્લા હટાવાની કામગીરી થી સ્થાનિકોમાં રોષ : સ્થાનિકોના સમર્થન માં કેવડિયા ના બજારો બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી લારી ગલ્લા હટાવાની કામગીરી થી સ્થાનિકોમાં રોષ : સ્થાનિકો ના સમર્થન માં કેવડિયા ના બજારો સ્વંભુ બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટી શ્રેષ્ઠ ભારત ભવન વગેરે જગ્યાઓએ સ્થાનીકો નાના મોટા લારી ગલ્લા લગાવી રોજગારી મેળવી રહ્યા હતા

આજે એ લારી ગલ્લા હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને તેઓના સમર્થન માં કેવડિયા ના બજારો સજ્જડ બન્ધ રહ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા, સહિતના ગ્રામજનોએ પોતાની મહામૂલી જમીનો નર્મદા યોજના માં ગુમાવી છે ત્યારે તંત્ર દ્વારા રોજગારી છીનવતા લોકો રોષે ભરાયા છે

કેવડિયા સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વહેલી સવારથીજ પોલીસ કાફલો ખડકી દેવાયો છે અને લારી ગલ્લા હટાવાની કામગીરી હાથ ધરાઈ રહી છે

તો આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મુખ્ય વહીવટદાર આઈ કે પટેલે જણાવ્યું હતું કે લારી ગલ્લા વાળા ફૂટપાથ ઉપર લારી ગલ્લા લગાવી રહ્યા છે ત્યારે ટ્રાફિક અંગે સમસ્યા પણ સર્જાય છે ઉપરાંત વૈકલ્પિક જગ્યા માટે તેઓને જણાવવામાં આવ્યું હતું પરંતુ તેઓ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હોવાનું મુખ્ય વહીવટદાર આઈ કે પટેલે જણાવ્યું હતું


એક તરફ સરકાર સ્થાનિકો ને રોજગારી આપવાની વાતો કરે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ માં પોતાની જમીનો અને ઘર ગુમાવનાર સ્થાનિકો ને રોજગારી મળશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..