Back

રાજપીપલા ખાતે સ્પે.ખેલમહાકુંભનું આયોજન

રાજપીપલા ખાતે તા. ૩ જી અને તા. ૪ થી એ સ્પે.ખેલમહાકુંભનું આયોજન


 


રાજપીપલા : જુુુનેદ ખત્રી


રાજ્ય સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત અને જિલ્લા વહિવટી તંત્ર-નર્મદા તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નર્મદા દ્વારા સંચાલિત સ્પે. ખેલમહાકુંભનુ આયોજન આગામી તા. ૦૩/૧૨/૨૦૧૯ ના રોજ મૂકબધીર/માનસિક ક્ષતિગ્રસ્ત ભાઇઓ/બહેનો માટે અને તા.૦૪/૧૨/૨૦૧૯ ના રોજ અસ્થી વિષયક (વિકલાંગ) ભાઇઓ-બહેનોની રમત સ્પર્ધાઓનું આયોજન શ્રી છોટુભાઇ પુરાણી ડિગ્રી કોલેજ-રાજપીપલા ખાતે થનાર છે, જેથી નર્મદા જિલ્લાના માનસિકક્ષતિ ધરાવતા (M.R) તેમજ મુકબધીર ભાઇઓ-બહેનો તા. ૦૩/૧૨/૨૦૧૯ ના રોજ અને અસ્થિ વિષયક (વિકલાંક) સ્પર્ધકો ૦૪/૧૨/૨૦૧૯ ના રોજ સ્પર્ધા સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવીને સ્પર્ધામાં ભાગ લઇ શકશે, તેમ  જિલ્લા રમત ગમત અધિકારીશ્રી નર્મદા તરફથી જણાવાયું છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..