Back

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જતી એસટી વોલ્વો બસમાં સુવિધાઓ ફક્ત નામની છતાં ભાડું વધુ ...?! પેસેન્જર રોષે ભરાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જતી એસટી વોલ્વો બસમાં સુવિધાઓ ફક્ત નામની છતાં ભાડું વધુ ...?!  પેસેન્જર રોષે ભરાયા 


એક્સપ્રેસ બસમાં સુરતથી રાજપીપળાની 100 રૂપિયા ટિકિટ સામે એસીના નામે 70 રૂપિયા વધુ લેવા છતાં સુવિધા ફક્ત નામની 



રાજપીપળા : જુનેદ ખત્રી


સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લામાં પ્રવસીયોની સંખ્યા વધી ગઇ હોય ત્યારે તંત્ર સવલતો પણ વધારે એ જરૂરી છે પરંતુ સુવિધાના નામે લોકો પાસે લૂંટ થાય તો ફરિયાદ ક્યાં કરવી અને આ ફરિયાદ કોણ સાંભળશે એ સળગતો સવાલ છે .



સુરત થી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ખાસ એસી બસ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં એસટી વિભાગે નવી એસી અને અદ્યતન સુવિધા સજ્જ બસ આપી જેનું અન્ય એક્સપ્રેસ બસ કરતા ભાડું પણ 70 રૂપિયા વધારે હોવા છતાં સુરત થી આવતા કે જતા મુસાફરો એ અત્યાર સુધી કોઈ વિરોધ ન કર્યો પરંતુ આપણા દેશમાં તંત્ર હોય કે અન્ય સંસ્થા કોઈ પણ સેવા થોડા સમય બાદ ખોખલી બની જવા છતાં લોકો પાસે વધુ રૂપિયા પડાવી લેવાતા હોય છે ,એવુજ હાલ સુરત થી સ્ટેચ્યુ પર જતી બસમાં મુસાફરો સાથે બન્યું જેમાં 70 રૂપિયા વધુ ભાડું આપતા મુસાફરોને એસી કે અન્ય અદ્યતન સુવિધા ન મળતા કેયલા મુસાફરો એ ચાલુ બસે મહિલા કંડક્ટરને ખખડાવી હતી.



ગતરોજ સુરત થી સ્ટેચ્યુ પર જતી સુરત ડેપોની બસમાં બેઠેલા મુસાફરોના જણાવ્યા મુજબ સાદી એક્સપ્રેસ બસમાં સુરત થી રાજપીપળાનું 100 રૂપિયા ભાડું હોય જેની સામે આ બસમાં 170 રૂપિયા વસુલ કરવા છતાં અંદર એસી બંધ હતું સાથે અતિશય ગંદકી હોય ડેપોમાં સફાઈ કર્યા વગર ઉપાડેલી બસમાં મુસાફરોને સફોકેશન થતું હોય ચાર પાંચ મુસાફરોએ આ માટે અંદર ટિકિટ લેતા મહિલા કંડકટરને ફરિયાદ કરી હતી પરંતુ કંડક્ટર આમા શું કરી શકે...? શું સુરત ડેપોમાં બેઠેલા એસટી વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ પીએમ મોદીના સ્વછતા અભિયાનને પણ ભૂલી ગયા છે..?કેમ ગંદકીથી ખદબદતી બસ માં મુસાફરોને ધકેલાય છે...? અંદર લાગેલા એસી કેમ કામ કરતા નથી...? આવા અનેક સવાલો મુસાફરોએ બસના કંડક્ટર સામે ઉઠાવ્યા પરંતુ એ ટિકિટ ફાડનાર શું બોલે કે શું કરી શકે ...? અદ્યતન સુવિધાના નામે મુસાફરો પાસે લૂંટ ચલાવતા એસટીના અધિકારીઓ જરૂરી સવલત આપે એ પણ જરૂરી છે.નહિ તો સલામત સવારી એસટી હમારી જેવા એસટી જેવા સૂત્રો ફક્ત કાગળ પરજ જોવા મળશે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..