Back

રાજપીપળા અભયમ ટીમ દ્વારા મા કામલ નર્સિંગ કોલેજ મા વિદ્યાર્થીથીનીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

રાજપીપળા અભયમ ટીમ દ્વારા મા કામલ નર્સિંગ કોલેજ મા વિદ્યાર્થીથીનીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. 



રાજપીપળા : જુનેદ ખત્રી


રાજપીપળા ખાતે આવેલ મા કામલ નર્સિંગ કોલેજ ના સહયોગ થી 181 અભયમ મહિલા હેલ્પ લાઇન વિશે માર્ગદર્શન આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અભયમ ટીમ તરફ થી ગુજરાત સરકાર ની મહિલાઓને મુશ્કેલી ના સમયે મદદ પુરી પાડતી હેલ્પલાઇન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં કોઈ પણ મહિલા મુશ્કેલીના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ માટે વિના મુલ્યે 181 મા કોલ કરી મદદ મેળવી શકે છે આ ઉપરાંત પોતાના સ્માર્ટ મોબાઈલ મા અભયમ એપ્સ ડાઉનલોડ કરી ત્વરિત મદદ મેળવી શકે છે તેમ જણાવી અભયમ વિશે વધુ માહિતી મળી શકે તે માટે સીડી ઘ્વારા પૂરતી સમજ આપવામાં આવી હતી.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..