Back

ભાદરવા દેવના મેળામાં જઈ રહેલા ત્રણ વ્યક્તિઓની બાઈક લોખંડની એંગલ સાથે ભટકાતા બે નું મોત,એકને ઇજા

ભાદરવા દેવના મેળામાં જઈ રહેલા ત્રણ વ્યક્તિઓની બાઈક લોખંડની એંગલ સાથે ભટકાતા બે નું મોત,એકને ઇજા


રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ ભાદરવા દેવ મંદિરે દર વર્ષે ભરાતા ભાતીગળ મેળા માં લાખોની સંખ્યા માં ભક્તો આવતા હોય જેમાં ડભોઇ થી મો.સા.પર મેળામાં આવવા નીકળેલાં ત્રણ વ્યક્તિઓ પૈકી દિનેશભાઇ ઉદેસિંગ રાઠવા પ્રવિણભાઇ મથુરભાઇ તથા બાબરભાઇ ચિમનભાઇ રાઠવા ત્રણ સવારી ભાદરવા મેળા માં આવવા નીકળ્યા હતા એ દરમિયાન તિલકવાડા પસાર કર્યા બાદ આલમપુરા ગામના વળાક પાસે બાઈક ચાલકે કાબુ ગુમાવતા રોડની સાઇડ ઉપર આવેલ લોખંડની એંગલ સાથે મો.સા અથડાતા ત્રણેય વ્યક્તિઓ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં પ્રવિણભાઇ અને બાબરભાઇને માથામાં ગંભીર ઇજા થતા બેભાન થઈ ગયા હોય તેમને તાત્કાલિક તિલકવાડા સરકારી દવાખાને લઈ જતા ત્યાં બંનેને મૃત જાહેર કર્યા હતા.તેમજ સાથેના દિનેશ ઉદેસિંહ રાઠવાને ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડાયા બાદ પોલીસે તેની ફરિયાદ ના આધારે ગુનો દાખલ કર્યો છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..