Back

સુરત થી નારણબલી ની વિધિ કરાવવા નર્મદા કિનારે આવેલા જોષી પરિવાર ના 3 યુવાનો પોઈચા નર્મદા નદીમાં ડૂબી જતાં લાપતા,શોધખોળ ચાલુ

સુરત થી નારણબલી ની વિધિ કરાવવા નર્મદા કિનારે આવેલા જોષી પરિવાર ના 3 યુવાનો પોઈચા નર્મદા નદીમાં ડૂબી જતાં લાપતા,શોધખોળ ચાલુ



સુરત પાલનપુર જકાતનાકા પાસેની સરિતા દર્શન સોસાયટી અને એલપી સવાણી પાસેની વાસુ પૂજા રેસિડેન્સી માંથી જોશી પરીવારના 18 વ્યક્તિઓ વિધિ મટે આવ્યા હતા.



વિધિ શરૂ કરાવતા પહેલા નર્મદા માં સ્નાન કરવા ગયા અને ઊંડાણ વાળી જગ્યા માં ડૂબી ગયા બાદ સ્થાનિક તરવયાઓ એ તેમની શોધખોળ કરી છતાં પત્તો ન લાગ્યો



રાજપીપળા : જુનેદ ખત્રી


સુરત થી નારણબલી ની વિધિ કરાવવા પોઈચા નર્મદા ઘાટ પર આવેલા જોશી પરિવાર ના 3 યુવાન પુત્રો નદીમાં ડૂબી જતાં લાપતા થયા છે.



નાંદોદ તાલુકા ના પોઈચા નર્મદા કિનારે હજારોની સંખ્યા માં ભક્તો પોતાની અલગ અલગ વિધિ માટે આવતા હોય છે અને પવિત્ર ધામ પોઈચા ખાતે ની નર્મદા નદીમાં સ્નાન કરતા હોય જેમાં વારંવાર લોકો ડૂબી જવાની ઘટના સામે આવી પણ છે છતાં અમુક ઊંડાણ વાળા ભાગમાં સ્નાન કરવા યુવાનો હજુ જતા હોય આખરે ડૂબી જતાં મોતને ભેટે છે તેવોજ બનાવ આજે શનિવારે સુરત ના જોશી પરિવાર સાથે બનવા પામ્યો હતો જેમાં પાલનપુર જકાત નાકા પાસે આવેલ સરિતા દર્શન એપાર્ટમેન્ટ માં રહેતા જોશી દીપકભાઈ પરસોત્તમભાઈ અને એલ પી સવાણી પાસેની વાસુ પુજ્ય રેસિડેન્સી માં રહેતા તેમના ભાઈ સુરેશભાઈ પરસોત્તમભાઈ જોશી મળી બંને પરિવારના 18 જેટલા સભ્યો સુરત થી નારણબલી ની વિધિ કરાવવા પોઈચા નર્મદા ઘાટે આવ્યા હતા ત્યારે આ વિધિ કરાવતા પહેલા પવિત્ર નર્મદા સ્નાન માટે ત્રણ ભાઈઓ પૈકી દીપક જોશી ના બે પુત્રો (૧)નિમેશભાઈ દીપકભાઈ જોશી (૨૮),અને તેનો નાનો ભાઈ વૈભવ જોશી (૨૫),સાથે કાકા સુરેશભાઈ નો દીકરો રવિ સુરેશભાઈ જોશી(૨૧) આમ ત્રણ ભાઈઓ સ્નાન કરવા ગયા ત્યાં કમ્મર સુધીના પાણીમાં સ્નાન કરતા કરતા અચાનક આગળ ઊંડાણ વાળા ભાગમાં પહોંચી જતા પાણીમાં ગરકાવ થયા બાદ બુમરાણ મચાવી હતી ત્યારે પરિવારના સભ્યો બચાવવા દોડ્યા પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેથી તત્કાલ સ્થાનિક તરવૈયાઓ એ આવી શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો ન લાગ્યો બાદમાં 108, ફાયર ફાઈટર પણ આવ્યુ પરંતુ શિયાળાનો સમય હોય અંધારું થવાના કારણે રેસ્ક્યુ કરી શકાયું ન હતું. હજુ સુધી આ ત્રણેય યુવાનોની કોઈ ભાળ મળી નથી શોધ ખોળ ચાલુ છે.જોશી પરિવાર ના બાકીના સભ્યો ત્યાં કલ્પાંત કરતા રહ્યા હતા.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..