Back

ડેડીયાપાડા તાલુકાના વાઢવા ખાતે સરકારી માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ડેડીયાપાડા તાલુકાના વાઢવા ખાતે સરકારી માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના વઢવા ખાતે સરકારી માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું જેમાં શાળાના સ્ટાફ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે સરકારી માધ્યમિક શાળા વાઢવાના ઇન્ચાર્જ આચાર્ય સંજયભાઈ તડવીએ વિધાર્થીઓને જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીએ પોતાના વાલી તેમજ પાડોશીને એક વૃક્ષ વાવવાની પ્રેરણાં આપવી તથા શાળાના પ્રટાંગનમા વાવેલ દરેક વૃક્ષની માવજત તેમજ વૃક્ષને રખડતાં પશુઓ નુકસાન ન કરે તેનું ધ્યાન રાખી ઉછેર કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે દેડીયાપાડા તાલુકા સદસ્ય કરણસિંહ વસાવ તેમજ વાઢવા ગ્રુપ ગ્રામ પંચાયના સરપંચ શ્રીમતી નીતાબેનના શાળાના સ્ટાફગણ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..