Back

કરજણ ડેમમાં પાણીની આવક ઘટતા બે દરવાજા બંધ કરાયાં : નદીમાં પાણીની સપાટી ઘટતા હાલ સંકટ ટળ્યું

કરજણ ડેમમાં પાણીની આવક ઘટતા બે દરવાજા બંધ કરાયાં : નદીમાં પાણીની સપાટી ઘટતા હાલ સંકટ ટળ્યું


રાજપીપળા : જુનેદ ખત્રી


ભારે વરસાદને પગલે કરજણ ડેમના કૉચમેન્ટ વિસ્તારમાં ગત રાત્રીએ 12 ઇંચ વરસાદ ખાબકતા સપાટી વધી ગઈ હતી ત્યારે કરજણ ડેમનું રુલ લેવલ 112.03 મીટર હતી જ્યારે પાણીની સપાટી એકા એક વધતા કરજણ ડેમમાં પાણીની સપાટી વધીને 114.70 મીટરે પોહચતા રુલ લેવલ જાળવવા કરજણ ડેમ ના 7 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક કરતા વધુ પાણી કરજણ નદી માં છોડવામાં આવ્યું હતું


ત્યારબાદ બપોરે પાણીની આવક ઘટતાં આઉટફલો પણ ઘટાડવામાં આવ્યો હતો હાલ કરજણ ડેમમાં પાણીની આવક 36438 ક્યુસેક છે જ્યારે જાવક 53058 ક્યુસેક થઈ છે હાલ અડધી માત્રા થતા નદીમાં પણ પાણી ના સ્તર ઘટ્યા છે જેથી તંત્રને આંશિક રાહત મળી છે હાલ ૫ દરવાજા ૨ મિટરે ખોલી 53058 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.કરજણ ડેમ માંથી સવારે 1 લાખ ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થતા નદી કાંઠા ના ગામોને એલર્ટ કર્યા બાદ પણ તંત્ર દ્વારા દેખરેખ રખાઈ હતી જેમાં નર્મદા કલેક્ટર અને પાલિકા ના ચીફ ઓફિસરે ટિમો સાથે કરજણ ઓવારા સહિતના સ્થળો નું નિરીક્ષણ કરી જરૂરી માહિતી મેળવી હતી. 

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..