Back

વિશાલ પાઠક બન્યા વેલીયન્ટ કલબ ચેમ્પિયનશીપના બ્રાન્ડ એમ્બેસેડર

વિશાલ પાઠક બન્યા વેલીયન્ટ કલબ ચેમ્પિયનશીપના બ્રાન્ડ એમ્બેસેડર


જુનેદ ખત્રી : રાજપીપળા

વેલીયન્ટ ક્રિકેટ ટિમ ની કલબ ચેમ્પિયનશિપ દર વર્ષે ગુજરાત માં રમાતી હોઈ છે દર વર્ષે અલગ અલગ જગ્યાએ આ ચિમ્પિયનશીપ રમાતી હોઈ છે ત્યારે આ વર્ષે આ કલબ ચેમ્પિયનશીપ 9 ડિસેમ્બર થી વડોદરા ખાતે રમાશે જેમાં 7 ટિમો ભાગ લેશે જેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નર્મદા જિલ્લા ના ક્રિકેટર વિશાલ પાઠક ને બનાવવામાં આવ્યો છે.વિશાલ પાઠક કે જેને વેલીયન્ટ ની દરેક ટુર્નામેન્ટ માં નર્મદા જિલ્લા નું નામ રોશન કર્યું છે.એ ચાહે વેલીયન્ટ ક્રિકેટ ની સ્વામી વિવેકાનંદ ટ્રોફી હોઈ કે પછી વેલીયન્ટ ક્રિકેટ ની સૌથી મોટી ટુર્નામેન્ટ વેલીયન્ટ પ્રીમિયર લીગ હોઈ વેલીયન્ટ પ્રીમિયર લીગ ની છેલ્લી બે સિઝન માં એટલે કે વીપીએલની છેલ્લી બે સિઝન માં એક સિઝન માં જે કેપ્ટન રૂપસિંગ સ્ટેડિયમ ગ્વાલિયર ખાતે રમાઈ હતી જેમાં રાજપીપલા કિંગ્સ ના કેપ્ટન તરીકે ની ભૂમિકા ભજવી હતી તેમાં પોતાની સફળ કેપ્ટનશિપ કરી સેમી ફાઇનલ સુધી પહોચાડી હતી જ્યારે ગત વર્ષે દમણ ખાતે રમાયેલ વેલીયન્ટ પ્રીમિયર લીગ માં પોતાની ટિમ રાજપીપલા કિંગ્સ મેં ફાઇનલ સુધી પહોંચાડી હતી.જોકે ફાઇનલ માં મુંબઇ ની ટિમ સામે હાર થઈ હતી. મુંબઈ ની ટિમ તરફ થી ઓમાન ટિમ ના ક્રિકેટર અને વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન જાતિન્દરસિંગએ શાનદાર 50 રન બનાવી તેમની ટીમને જીત અપાવી હતી.એમ રાજપીપલા અને નર્મદા જિલ્લા નું નામ રોશન કરનાર ક્રિકેટર વિશાલ પાઠક ને વેલીયન્ટ તરફ થી આ વર્ષે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે.જે રાજપીપલા અને નર્મદા જિલ્લા માટે ગૌરવ ની વાત છે.નર્મદા જિલ્લા માંથી જો કોઈ ખેલાડી સ્ટેટ લેવલ સુધી પહોચ્યુ હોઈ તો એ વિશાલ પાઠક છે કે જે નોર્થ ઇસ્ટ તરફ થી સ્ટેટ પણ રમી ચુક્યો છે અને ત્યાં પણ તેની જ ટિમ નોર્થ ઇસ્ટની જ ટીમને ચેમ્પિયન બનાવી હતી

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..