Back

સાગબારાના પાડી ગામ ના ખેતર માં માંડવા નીચે સ્ટવ ફાટતા દાઝી ગયેલી મહિલાનું મોત

સાગબારાના પાડી ગામ ના ખેતર માં માંડવા નીચે સ્ટવ ફાટતા દાઝી ગયેલી મહિલાનું મોત



મહિલા ખેતર માં જમવાનું બનાવવા સ્ટવ સળગાવવા જતા સમયે સ્ટવ ફાટતા ગંભીર દાઝી જતા સારવાર દરમિયાન મોત થયું



રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જીલ્લા ના સાગબારા તાલુકા ના પાડી ગામની સીમના ખેતર માં બનાવેલા માંડવા નીચે જમવાનું બનાવતી ફુલવંતીબેન માનસિંગભાઈ વસાવા (૪૦) એ જમવાનું બનાવવા માટે કેરોસીન વાળો સ્ટવ સળગાવવા જતા અચાનક સ્ટવ ફાટયો જેમાં થી કેરોસીન ઉડતા ફુલવંતીબેને પહેરેલા કપડા પર આગ લાગતા બચવા માટે તેમને બુમાંબુમ પરંતુ કોઈ મદદે આવે તે પહેલાં એ આખા શરીરે દાજી જતા રાજપીપળા સિવિલ બાદ વડોદરા રીફર કરાયા હતા જ્યાં બીજા દિવસે સારવાર દરમિયાન તેમનું મોત થતા સાગબારા પોલીસે અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..