Back

નર્મદા જિલ્લામાં દિવ્યાંગ બાળકો માટે દિવ્યાંગતાના પ્રમાણપત્ર કેમ્પ યોજાયો

નર્મદા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.નિનામાના માર્ગદશન હેઠળ તમામ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સપ્ટેમ્બર-૧૯ માસમાં દિવ્યાંગ બાળકો માટે દિવ્યાંગતાના પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પ જનરલ હોસ્પિટલ રાજપીપળા અને સર્વ શિક્ષા અભિયાન આઈ.ઈ.ડી શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કેમ્પમાં તજજ્ઞશ્રી ડો.સંગીતાબેન પરીખ નેત્રસર્જન, ડો.પ્રશાંત ઝરીવાલા માનોચિકિત્સક, ડો.મહમદ સાજી ઓર્થોપેડિક સર્જન, ડો.મયુરસિંહ ડોડીયા ઈ.એન.તી સર્જન દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૮૩ જેટલા વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકોને તપાસી દિવ્યાંગતાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ સિવિલ સર્ટી કેમ્પમાં જિલ્લા આઈઈડી કો.ઓર્ડીનેટર તથા તાલુકા કક્ષાના બીઆરસી કો.ઓર્ડીનેટર અને બીઆરપી/આર.ટીના સહયોગથી આ દિવ્યાંગતાના પ્રમાણપત્ર કેમ્પ પૂર્ણ થયેલ હતો...