Back

માં નર્મદાના વધામણાં કરતાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી

નર્મદા ડેમ ટોપ પર નિયંત્રણ કક્ષમાં દરવાજા ખોલવા અને પાણી છોડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી ધાર્મિક વિધિવિધાન પ્રમાણે પૂજા-અર્ચના અને મંત્રોચ્ચાર સાથે મા નર્મદાના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા વધામણાં કર્યાં હતા. નમામી દેવી નર્મદેનો આનંદ ઉત્સવ સર્વત્ર વર્તાઈ રહ્યો છે. રાજ્યના વિકાસને વેગ મળશે.

 નર્મદા ડેમ ના 23 ગેટ ખોલી 6 લાખ ક્યુસેક પાણી છોડાયું


આજે ડેમ ના દરવાજા લાગ્યા બાદ ઇતિહાસ માં સૌપ્રથમ વાર દરવાજા ખોલવામાં આવ્યા 

ઉપરવાસમાં પાણીની આવક વધતા નર્મદા ડેમ ની સપાટી ઐતિહાસિક 131 મિટર કરતા વધિજતા આજે 6 લાખ ક્યુસેક પાણી છોડાયું

ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ ઐતિહાસિક ઘટના પ્રસંગે ડેમ ની મુલાકાત લીધી

રૂપાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સ્વપ્ન આજે પૂરું થયું છે આગામી દિવસો માં આ પાણી ખૂબ ઉપયોગી નીવડશે

ડેમ માં 2,40,000 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે તેમજ 23 દરવાજા ખોલી 6, 45,000 ક્યુસેક પાણી નર્મદા નદી માં છોડાઈ રહ્યું છે

અહેવાલ જુનેદ ખત્રી