Back

ગણદેવી પાલિકા ની ટર્મ પૂર્ણ થતાં પાલિકાના પ્રમુખ અને સભ્યો નો ફાયર સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો

ગણદેવી પાલિકાના પ્રમુખ સોમભાઈ એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે મિત્રો  ૧/૧૦/૧૮ થી  મે પ્રમુખ તરીકેનો ચાર્જ લીધો હતો પછી લોકસભાની ચૂંટણી આવી આચાર સહિતા લાગી ૨૪/૩/૨૦ થી કોરોના નું lockdown થયું હતું તેમ છતાં મિત્રો આપ સૌના સહકારથી વિકાસના અનેક કામો કર્યા છે  આપ સૌના સહકાર બદલ અભિનંદન પાઠવું છું મિત્રો મારા કાર્યકાળમાં સૌપ્રથમ હું મારા કર્મચારી ભાઈ-બહેનોનો આભાર માનું છું કે મારા સફાઈ કામદારો એ કોરોના કાળ માં lockdown થયું બસ બંધ ટ્રેન બંધ વિમાન બંધ રિક્ષા બંધ ધંધા-રોજગાર બંધ આવા કપરા દિવસોમાં પણ મારા સફાઈ કામદારોએ પોતાના જીવના જોખમે અનેક મોહલ્લામાં પતરા લાગેલા હોવા છતાં પણ આખા ગામમાં સફાઇની કામગીરી અવિરત ચાલુ જ રાખી તે બદલ સૌ સફાઇ કામદારોને વંદન સાથે અભિનંદન પાઠવું છું તેમજ પોલીસ મિત્રો સોશિયલ ગ્રુપ બજરંગ દળ જલારામ મંદિર મુસ્લિમ ટ્રસ્ટ વગેરે નો પણ ખૂબ સહયોગ રહ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગણદેવી ગામમાં આશરે ૭૫૦  જેટલા ૩.૫૦ લાખના આવાસ મંજૂર કર્યા છે તેમજ આ ફાયર સ્ટેશન  સ્મશાનભૂમિમાં આરામ હોલ વડા તળાવની ફરતે વોલ તેમજ ૧૨ વર્ષથી નવી પાણીની લાઈન ત્રણ કરોડ રૂપિયાની હતી તે કાર્યરત કરવામાં આવી હતી આવા નાના-મોટા અનેક કામો પાલિકા સભ્યોના સાથ અને સહકારથી એક પરિવારની જેમ સાથે રહી ને કર્યાં હતા જેનો મને આનંદ છે ૧લી એપ્રિલથી નવનિયુક્ત પ્રમુખ પ્રાણલાલ પટેલ અને પાલિકાના સભ્યો પદ ગ્રહણ કરશે સૌ સાથે મળી ગણદેવી ગામને નંદન વન રળિયામણું બનાવો એવી માજી પ્રમુખ સોમભાઈ પટેલ એ  શુભેચ્છા પાઠવી હતી

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..