Back

ગોધરા, શહેરા, કાલોલ અને હાલોલ ખાતેના ૪૪ પરીક્ષા કેન્દ્રો પર ૧૧,૬૬૬ ઉમેદવારો પરીક્ષા આપશે

ધરા, શહેરા, કાલોલ અને હાલોલ ખાતેના

૪૪ પરીક્ષા કેન્દ્રો પર ૧૧,૬૬૬ ઉમેદવારો પરીક્ષા આપશે  

  ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તા. ૩૦/૦૬/૨૦૧૯ના રોજ લેવાનારી  પોલિસ ઈન્સ્પેક્ટર (બિનહથિયારધારી) વર્ગ-૨ની પરીક્ષા માટે કલેક્ટર કચેરી, ગોધરા ખાતે સ્થળ સંચાલકો, સુપરવાઈઝરો, ઈન્વિજીલેટરો, તકેદારી અધિકારીઓ, નાયબ કો-ઓર્ડિનેટરો અને આયોગના પ્રતિનિધીઓની એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ તાલીમમાં અધિકારીઓને પરીક્ષામાં તેમની ભૂમિકા, ફરજો અને કાર્યો અંગે જાણકારી આપવામાં આવી હતી. અધિકારીઓને ઉમેદવારોને ૧૦.૦૦ કલાક પછી પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ ન આપવા, મોબાઈલ, સ્માર્ટવોચ, કેલ્કયુલેટર સહિતના ઈલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ ન આપવા સહિતની રાખવાની થતી તકેદારીઓ બાબતમાં સમજણ અપાઈ હતી. તકેદારી અધિકારીઓને તા.૨૯/૦૬/૨૦૧૯ સુધીમાં ફાળવવામાં આવેલ કેન્દ્રની મુલાકાત લેવા અને કેન્દ્ર સંચાલક સાથે પરામર્શ કરીને જરૂરી સ્ટાફની નિમણૂંક થઈ છે કે કેમ તે સુનિશ્ચિત કરવા, કેન્દ્ર પર પીવાના પાણીની સુવિધા અને વર્ગખંડોમાં હવા, પ્રકાશની સ્થિતિ ચકાસી આ બાબતો અંગેનો અહેવાલ નિયત નમૂનામાં ડીઈઓ કચેરી પહોંચાડવા સૂચના અપાઈ હતી.

        કલેક્ટરએ આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુવાનો માટે ઘણું મહત્વ ધરાવતી હોવાનું જણાવતા કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે રીતે કામગીરી બજાવવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. સંવેદનશીલ બનવા સાથે કોઈ પરીક્ષાર્થી ગેરરીતિ ન આચરે તે પણ સુનિશ્ચિત કરવા તેમણે જણાવ્યું હતું. 

 

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..