Back

ગોધરાના જહુરપુરા વિસ્તારમાં પોલીસ પર હુમલો પોલીસ એ સ્વ બચાવ કરતા 5 ટીયર ગેસ છોડ્યા.

રિપોટર અબ્દુલ્લાહ પંજાબી 

અહેવાલ સુફિયાન કઠડી 

ગોધરા શહેર ના ઝહુરપુરા વિસ્તાર ખાતે કન્ટેઈનમેન્ટ એરિયામાં પતરા લગાવવા ગયેલ પોલીસ સાથે સ્થાનિક લોકોની બોલચાલ થતાં જોતા જોતામાં  સ્થાનિક લોક ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં એક પીઆઈ ને સામાન્ય ઇજા થયેલ છે. સમગ્ર મામલો જોત જોતા માં વધુ ઉગ્ર બનતા પોલીસ દ્વારા 5 જેટલા ટીયર ગેસના સેલ છોડી મામલો થાળે પડ્યો હતો. વધુ માં પોલીસ દ્વારા 2 ઇસમોની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. તદ્ઉપરાંત ગોધરા શહેર ના ધારાસભ્ય સી.કે. રાઉલજી એ સમગ્ર ધટના ક્રમ ને લઈ કડી નિંદા જાહેર વ્યક્ત કરી હતી અને પોલીસ પર હુમલો કરનાર લોકો સામે કડી કાર્યવાહી કરવા રાજ્ય સરકાર ને  વિનંતી કરેલ છે.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..