Back

ગત વર્ષ ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તાર માં ચકચાર મચાવનાર મર્ડર કેસ માં એક આરોપીના ૩૦ દિવસના પેરોલ મંજુર

રિપોટર અબ્દુલ્લાહ પંજાબી 

અહેવાલ અનીસ મીંઢી

ગત વર્ષ ગોધરા શહેરના  પશ્ચિમ વિસ્તારમાં એક બનાવ બનેલ જેમાં એક પુરુષ નું મૃત્યુ થયેલ હતું જેની  તપાસ કરાતા મર્ડર થયેલ હોવાનુ બહાર આવ્યું હતું ત્યારે સમગ્ર ગોધરા શહેર માં ચકચાર મચી જવા પામી હતી. જેના સંદર્ભ મા ગોધરા શહેર "બી" ડિવ. પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં બે આરોપીઓની અટક કરી જેલ હવાલે મોકલાયા હતા જેમાં એક પુરુષ અને એક સ્ત્રી એમ બે આરોપીઓને ગોધરા સબ જેલ ખાતે દેખરેખ હેઠળ મોકલી દેવામા આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ગત તારીખ:-19-05-2020 ના રોજ સ્ત્રી આરોપી દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે વચગાળાના જામીન માટે અરજી કરેલ હતી જે અરજીના સંદર્ભમાં સ્ત્રી આરોપી ને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા 30દિવસ ના વચગાળાના જામીન મંજુર થયેલ હોવા નુ બહાર આવ્યુ છે 

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..