ગોધરા ના ઈકબાલ બડંગા ને વડોદરા ખાતે થી કોરોના મુકત જાહેર કર્યા
રિપોટર અબ્દુલ્લાહ પંજાબી
અહેવાલ સુફીયાન કઠડી
પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા શહેર માં કોરોના સંક્રમણમાં સંક્રમિત થયેલ કોરોના ગ્રસ્ત ઈકબાલ બડંગા, લઘુમતી વિસ્તારના વોર્ડ નં.૬ સ્થિત આવેલ અબરાર મસ્જિદ પાસે રહેનાર ઈકબાલ બડંગા કોરોગ્રસ્ત થયા હતા. તેઓની સારવાર વડોદરા ખાતે થઈ રહેલ હતી.તેઓના ૨૪ કલાક માં બંને રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને આખરે કોરોના મુકત જાહેર કરી માદરે વતન ગોધરા ખાતે પોતાના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે તેઓ પોતાના ઘરે પરત ફરતા સ્થાનિક લોકો દ્વારા તેમનું તારીઓ વડે સ્વાગત કરવામાં આવ્યું






