Back

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે માજી સૈનિક સંગઠનની બેઠક યોજાઇ

પંચમહાલ.ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી




પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે વરીયા સમાજની વાડી ખાતે ગુજરાત માજી સૈનિક સંગઠનની બેઠક મળી હતી.જેમા પંચમહાલ,દાહોદ, મહિસાગર જીલ્લાના માજી સૈનિકો અને તેમજ શહીદ સૈનિકોની વિધવા પત્નીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. 



પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની અધ્યક્ષતામાં એક મિંટીગનુ આયોજન કરવામા આવ્યુહતુ.જેમા પંચમહાલ,દાહોદ,મહિસાગર જીલ્લાના માજી સૈનિકો અને શહીદ થયેલા સૈનિકોની વિધવાઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.જેમા તાલુકાઓમાથી આવેલા સંગઠનના હોદેદારો દ્રારા માજી સૈનિક અને સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતનુ ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ,આ મિંટીંગમાં માજી સૈનિકોની ૧૪ મૂદાઓની વિવિધ માંગણીઓને લઇને ચર્ચા કરવામા આવી હતી.જેમા પોતાની માંગણીઓ સરકારી સેવામા માજી સૈનિકને પાંચ વર્ષની ફિકસ પગાર નાબુદ કરવામા આવે,માજી સૈનિકોને અનામતનો લાભ આપવામા આવે, પુન:સરકારી નોકરી મળે ત્યારે  પરીવારની સ્થાઈ રહેઠાણની જગ્યા આપવામા આવે,શહિદ શૈનિક પરિવારના સભ્યને સરકારી નોકરી અને રાજય સરકાર દ્રારા પેન્શન આપવામા આવે,માજી સૈનિકોને  જીવન નિવાર્હ માટે સરકારી જમીન ખેતી કરવા માટે તેમજ રહેણાક હેતુ પ્લોટ આપવામા આવે,પરતુ હાલ તેનો અમલ ગુજરાત સરકારમાં થતો નથી,તેનો પરિપત્ર અનુસાર જોગવાઈ

કરવામા આવે,માજી સૈનિકોના સંતાનોના અભ્યાસનો ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ઉઠાવામાં આવે,વ્યવસાય વેરો માફ કરવામા આવે તેમજગુજરાતના માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા સરકાર દ્રારા કરવામાં આવે વગેરે માંગણીઓની ચર્ચા કરવામા આવી હતી.સાથે સાથે

હમારી માંગે પુરી કરોના નારા લગાવ્યા હતા. આ માંગણીઓ નહી સંતોષવામા આવે તો આગામી સમયમા ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારવામા આવી હતી.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..