Back

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો

રિપોટર : અબ્દુલ્લાહ પંજાબી 

ગોધરા 

ઘોઘંબા ના સ્વામિનારાયણ મંદિર ખાતે આ સ્નેહમિલન નું આયોજન કરવા મા આવ્યુ  જેમાં ગુજરાત પ્રેદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી.ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ શ્રી ઘનશ્યામ ભાઈ ઘડવી ,ગત લોકસભા ના ઉમેદવાર શ્રી રણજીત સિંહ રાઠવા , શ્રી ઉદેસિંહ બારીએ ,પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અજીતસિંહ ભટ્ટી , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી રફીક ભાઈ તિજોરીવાલા  , પંચમહાલજીલ્લા માંયનોરિટી ચેરમેનશ્રી ઉસ્માગની બેલી ,ઘોઘંબા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ચેતનભાઈ , પંચમહાલ જિલ્લા કોંગ્રેસ ના મહિલા પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બેન, કાલોલ ગામ થી શ્રી જાલમસિંહ , શ્રી પદયુમન , શ્રી ખેર , તેમજ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો, પદાધિકારો,કાર્યકર્તાઓ, મહાનુભાવો મોટીસંખ્યામાં હાજર રહી નવવર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હતી, અને આગામી આવતી જિલ્લા પંચાયત તાલુકા પંચાત ચુંટણીઓ માં કોંગ્રેસ પક્ષને બહુમતીથી જીતાડી સત્તા હાંસલ કરવા આહવાન કાર્યું હતું પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે મળેલ પક્ષના સંમેલન માં પંચમહાલ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ શ્રી અજીતસિંહ ભાટી એ તા.૩૦.૧૧.૨૦૧૯ ના અમદાવાદ મુકામે યોજાયેલ રાજ્યના જન વેદના સંમેલન કાર્યક્રમમાં તેમજ તારીખ ૧૪.૧૨.૨૦૧૯ ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલ વિશાળ સંમેલનમાં જિલ્લામાંથી ખુબજ મોટી સંખ્યામાં જોડાવા કાર્યકરો , હોદ્દેદારો - આગેવાનોને આહુવાન કરેલ હતું...

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..