Back

પંચમહાલ જિલ્લામાં પમી ઓક્ટોબરે જિલ્લા બાળ સુરક્ષા સમિતીની બેઠક યોજાશે

પંચમહાલ.ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી


 


  પંચમહાલ જિલ્લામાં કલેક્ટર કચેરી, ગોધરા ખાતે ૫મી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલ સિંહ જાદવ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં જિલ્લા બાળ સુરક્ષા સમિતીની બેઠક યોજાશે. આ બેઠકમાં વર્ષ ૨૦૧૦થી શરૂ થયેલ સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ જિલ્લામાં ચાલી રહેલ વિવિધ કાર્યક્રમો અંતર્ગત થયેલ કામગીરી અને બાળ સુરક્ષા સમિતીની કામગીરીની સમીક્ષા તેમજ જુદા જુદા જોખમોનો સામનો કરી રહેલા બાળકોની સમસ્યાઓ હલ કરવા અંગેના પગલાઓ બાબત ચર્ચા કરવામાં આવશે તેમ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..