Back

ગોધરા શહેરમાં ડેન્ગ્યુના મહારોગચાળા થી પ્રજા ત્રાહિમામ

શરમ કરો મગર મચ્છરો મચ્છર પણ મારી શકતા નથી.

રિપોટર અબ્દુલ્લાહ પંજાબી

ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં પાછલા કેટલાક સમયથી મહારોગચાળાના મુખ્ય સૂત્રધાર એવા ડેન્ગ્યુના મહારોગચાળાએ ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં રોકેટની ગતિની જેમ આંતક મચાવી શહેરના અનેક વયના નાગરિકોને ડેન્ગ્યુના મહા રોગચાળામાં સપડાવી નાખ્યા છે.પ્રાપ્ત મળતી માહિતી મુજબ ગોધરા શહેરમાં આશરે 2 માસના સમયગાળા દરમ્યાન લગભગ 300 થી વધારે પ્રમાણમાં ડેન્ગ્યુ રોગના કેસો નોંધાયેલ છે.અતિ ગંભીર રોગ સમાન ડેન્ગ્યુના રોગચાળામાં શહેરના નાગરિકોની  સપડાવી રહેવાના સંખ્યાનો  શીલશીલો યથાવત જોવાઈ રહયો છે. ચોકાવનારી વાત એ છે કે ગોધરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે ન હોવાને કારણે જાહેર સ્થળો તેમજ શહેરના ખૂણા ખૂણે  એકત્રિત થયેલ ગંદા પાણીના જથ્થામાં વસાહત કરતા વધતા જતા મચ્છરોના આધારે શહેરમાં ડેન્ગ્યુનો મહા રોગચાળો ડુસ્કે ને ભુસ્કે પ્રજાના શરીરમાં 24 કલાક પરીભવન કરતા લોહીમાં ડેંગ્યુના રોગચાળાનું સ્થાન જોવાઈ રહયું છે.સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ ગોધરા શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાને કારણે નાના ભૂલકા સમાન માસૂમ બાળક પણ રોગચાળાના અડફેડમાં આવી મૌતને ધાટ થયેલ છે.ત્યારે ઉલ્લેખનીય છે કે અતિ ગંભીર બનેલા ડેન્ગ્યુના મહા રોગચાળા થી પ્રજા વંચિત રહે તે માટેના પગલા ભરવા શહેરના નાગરિકોની વહીવટી તંત્ર સમક્ષ હદયપુર્વક દાદ છે.અંતે ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગએ  ડેન્ગ્યુના મહા રોગચાળાને અંકુશમાં રાખવા માટે સક્રિય થઈ ડેન્ગ્યુના રોગચાળા સામે પ્રજાને રક્ષણ મળે તે માટેના ચક્રોગતિમાન પણ કરેલ છે.ડેન્ગ્યુના મહા રોગચાળાનો ફફડાટ પ્રજાજનો માંથી નાબુદ કરવાના પ્રયત્નો વર્તમાન સતાધિશો ધ્વારા કરવામાં આવી તેવી લોક મૂર્ખે ચર્ચાસ્પદ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..