Back

ગોધરાના કૃપાલ રુહાની મિશન દ્વારા સંત્સંગ,રકતદાન,સર્વનિદાન કાર્યક્રમો યોજાયા.

પંચમહાલ.ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી
પંચમહાલ જીલ્લાના કૃપાલ રુહાની મિશન ગોધરા દ્વારા સત્સંગ અને રકતદાન કેમ્પ અને સર્વનિદાનાકેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા આસપાસના વિસ્તારમાથી મોટી સંખ્યામા લોકો જોડાયા હતા.આ પ્રસંગે ખાસ ગોધરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સી.કે.રાઉલજી હાજર રહ્યા હતા.


ગોધરા શહેરના જાફરાબાદ રોડ ઉપર કૃપાલ આશ્રમ આવેલો છે.જે વિવિધ સામાજીક તેમજ સેવાકીય પ્રવૃતિ કરે છે.ત્યારે આશ્રમ ખાતે રકતદાન કેમ્પ માં મોટી સંખ્યામા યુવાનોને રકતદાન કર્યુ હતુ.સર્વનિદાન કેમ્પમાં પણ નિદાન કરીને દવા કરીને સારવાર આપવામાં આવી હતી.આંખોના તપાસના કેમ્પ રાખવામાં આવ્યા હતા.જેમા દર્દીઓને તાજપુરા આઇ હોસ્પિટલમાં લઇ જઈ મોતિયા સહિતના ઓપરેશન કરી આપવામાં આવશે.ગોધરા કૃપાલ આશ્રમમા  કોમ્પયુટર તાલિમ,તથા સિઁલાઈ સેન્ટરની એક બેચ પુર્ણ થતા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે પ્રમાણપત્રો આપવામા આવ્યા હતા.અને સંસ્થાની કામગીરીને પણને તેમણે બિરદાવી હતી.ગાંધીનગરથી લલિતભાઈ ક્નોજીયા અને પ્રભુજી ગઢવી સંત્સંગ કર્યો હતો.ત્યારબાદ સૌએ મહાપ્રસાદ લીધા બાદ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..