Back

ગોધરામાં શોયેબ દુર્વેશના રહસ્યમય મોતનો ભેદ ઉકેલતી પોલીસ, પત્નીએ પ્રેમી સાથે મળીને નિર્મમ હત્યા કરી હોવાનુ બહાર આવ્યુ.

પંચમહાલ.ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢીગોધરાના સિગ્નલ ફળિયા ખાતે રહેતા લઘુમતી સમાજના પરણિત યુવકના ચકચારી મોતના પ્રકરણમાં તેની જ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ઠંડા કલેજે પોતાના જ ઘરમાં મધ્યરાત્રીએ હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું પરિવારજનોએ યુવકના શંકાસ્પદ મોતના પગલે પોલીસ સમક્ષ જરૂરી તપાસની માંગ કરી હતી અને કબ્રસ્તાન માં દફનાવેલા યુવકના મૃતદેહને કબર માંથી બહાર કાઢી પેનલ પી.એમ અર્થે વડોદરા ખાતે મોકલવામાં આવ્યો હતો પી.એમ રિપોર્ટમાં યુવકની હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આખરે પોલીસને આ ચકચારી હત્યા ના પ્રકરણમાં યુવકની હત્યા નો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી પત્ની અને તેના પ્રેમીએ પૂર્વયોજિત કાવતરું રચી પતિની હત્યા કરી નાખતા લઘુમતી સમાજમાં આ ઘટનાના પગલે છૂપો રોષ જોવા મળ્યો હતો પોલીસે હત્યારી પત્ની અને તેના પ્રેમી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી 


તાજેતરમાં ગોધરાના સિગ્નલ ફળિયા ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતા પરણિત યુવક શોએબ સોકત દુર્વેશ ઉ.વ.27 નું રાત્રે ઘરે સુઈ ગયા બાદ આકસ્મિક મોત નીપજ્યું હતું ત્યારબાદ પરિવાજનો દ્વારા ગોધરા ખાતે આવેલા શેખ મજાવર કબ્રસ્તાનમાં સમાજના રીતિરિવાજ મુજબ સમાજના લોકોની ઉપસ્થિતિમાં યુવકની દફનવિધિ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ શોએબના શંકાસ્પદ મોતના મામલે પરિવાજનોને શંકા ઉપજતા શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે જરૂરી તપાસની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસના ભાગરૂપે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેના બીજા દિવસે પોલીસ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દફનાવવામાં આવેલા શોએબના મૃતદેહને કબર માંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પેનલ પી.એમ માટે વડોદરા ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ પુનઃ દફનવિધિ કરવામાં આવી હતી યુવકના ચકચારી મોતના પ્રકરણમાં પી.એમ રિપોર્ટમાં શોએબની હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તપાસના અંતે શોએબની હત્યા તેના જ ઘરે મધ્યરાત્રિએ તેની પત્ની જૈનેબ શોએબ દુર્વેશ અને તેના પ્રેમી સાજીદ મહેબૂબ ચરખા ઉર્ફે કીડી રહે,સિગ્નલ ફળિયા ગોધરા નાઓએ ભેગા મળી ઠંડા કલેજે હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું લાંબા સમયથી પત્નીને પ્રેમ સબંધ હોવાના કારણે પતિ નડતરરૂપ હોય જેનો કાંટો કાઢી નાખવા માટે પત્ની એ અને પ્રેમીએ પૂર્વયોજિત કાવતરું રચ્યું હતું ઉપરાંત પત્ની તેમજ પ્રેમી બંને અગાઉ કઢંગી હાલત માં પકડાયા હોવાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બંને એકબીજાની મદદગારી થી શોએબને માથાના તથા છાતીના ભાગે મારમારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવતા સમગ્ર લઘુમતી સમાજમાં છૂપો રોષ જોવા મળી રહ્યો  છે શહેર પોલીસે હત્યારી પત્ની જૈનબ અને તેના પ્રેમી સાજીદ સામે હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા .


ગોધરાના યુવકની શંકાસ્પદ હત્યા પ્રકરણમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક યુવકની પત્ની જૈનબને સાજીદ ચરખા સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતા અને બન્ને વચ્ચે મોબાઈલ ફોન પર વાતચીત થતી હતી પ્રેમી તેમજ શોએબ ની પત્ની જૈનબ કઢંગી હાલતમાં તેના પતિ શોએબના  હાથે ઝડપાતા સાજીદે મૃતક શોએબ ને ધમકીઓ પણ આપતો હતો. હત્યારો સાજીદ પોતે ક્રીમીનલ ઈતિહાસ ધરાવે છે.અને તેના સામે અગાઉ ચાર જેટલા મારામારી ના ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.મૃતક યુવક અને પત્ની જૈનબને સંતાન માં ત્રણ વર્ષની પુત્રી પણ હોવાનું જાણવા મળી રહ્યું છે.નિષ્ઠુર બનેલી પત્નીએ તેના પ્રેમી ને પામવા માટે પોતાના પતિને મોત ધાટ ઉતારી દેતાં હાહાકાર મચી જવા પામ્યો છે.પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા તો કરી નાખી પરંતુ હત્યારી માતાની પોલીસે ધરપકડ કરતા પુત્રી નોંધારી બની હતી.ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે હત્યારી પત્ની તેમજ તેના પ્રેમી ની ગણતરી ના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી અને જરૂરી પુછપરછ નો ધમધમાટ શરૂ કર્યો હતો મૃતક યુવકની શંકાસ્પદ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ ને સફળતા મળી હતી અને પરીવાજનો એ પણ હીંમતભેર કબ્રસ્તાનમાં દફનાવેલા યુવકના મૃતદેહ ને પી.એમ અર્થે મોકલવામાં આવતા સમગ્ર ચકચાર ભર્યો કીસ્સો બહાર આવ્યો હતો આ હત્યા પોલીસે બન્ને આરોપીઓ ને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..