Back

રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

પંચમહાલ.ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી


સવારે ૮ થી ૧૦ દરમિયાન વિવિધ રમતોનું આયોજન, ગોધરાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. 

    પંચમહાલ જિલ્લામાં ૨૯મી ઓગસ્ટના રોજ નેશલન સ્પોર્ટસ ડેની ઉજવણી અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના લોન્ચિંગ પ્રસંગે યોજાનારા કાર્યક્રમો અંગે જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને વધુમાં વધુ લોકો ખેલ દિવસની ઉજવણીમાં સામેલ થાય અને ઉજવણીના માધ્યમથી લોકોમાં સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશો વધુમાં વધુ પ્રસરે તે અંગેના સૂચનો આપ્યા હતા. આ દિવસે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા પ્રસરાવવાના હેતુથી ફિટ ઈન્ડિયા કાર્યક્રમ લોન્ચ કરશે. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી સવારના ૧૦/૦૦ કલાકે નાગરિકોને સંબોધન કરશે અને પ્રતિજ્ઞા લેવડાવશે. 

 કલેક્ટરશ્રીએ જિલ્લાની શાળા-કોલેજો, આઈટીઆઈ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ જાહેરસ્થળોએ પ્રધાનમંત્રીના જાહેર સંબોધનના પ્રસારણની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. આ ઉપરાંત, તમામ તાલુકા વિકાસ અધિકારીઓને તાલુકાના દરેક ગામમાં સવારે પ્રભાતફેરી તેમજ રમતોનું આયોજન કરવા સૂચના આપી હતી. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોધરાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાશે. આ નિમિત્તે ઉજવણીના સ્થળે સવારના ૮ થી ૧૦ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. 

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, પોલિસ અધિક્ષક ડો.લીના પાટિલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી એમ.એલ.નલવાયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..