Back

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દવારા કેન્દ્ર સરકાર નો વિરોધ કરી આવેદન આપ્યું

પંચમહાલ જિલ્લા ના પંચ મથક ગોધરા મા આજ રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દવારા કેન્દ્ર સરકાર નો વિરોધ કરી પંચમહાલ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવા મા આવ્યો 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદેશ થી પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરા સરદાર નગર ખંડ ખાતે હાલ ની ભારતીય જનતા પક્ષ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ, બેરોજગારી ના પ્રશ્નો,મોંઘવારી ના પ્રશ્નો,તેમજ માનનિય શ્રીમતિ સોનિયા ગાંધી જી, માનનિય શ્રી રાહુલ ગાંધી ,શ્રીમતિ પ્રિયંકાજી, ની z+ સુરક્ષા હટાવી લેવાના સરકાર વિરોધી નિર્ણય ના વિરોધ માં ધરણા કરી પંચમહાલ જિલ્લા માનનીય કલેકટર શ્રી પંચમહાલ ને આવેદન પત્ર આપવામાં આવ્યુ, જેમાં હાજર પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ  શ્રી અજીતસિંહ ભટ્ટી , પ્રદેશ મંત્રી શ્રી રફીક  ભાઈ  તિજોરીવાલા , જિલ્લા માયનોરિટી ચેરમેન શ્રી ઉસ્માન ગની બેલી , શ્રી વી.કે. ખાંટ , શ્રી રાજેન્દ્ર પટેલ   ( એક્સ.એમ.એલ એ.)  શ્રી તખત સિંહ , શ્રી દુષ્યંત સિંહ ,જિલ્લા યુવા પ્રમુખ, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન,ના પ્રમુખશ્રીઓ, મહિલા પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખો, દરેક હોદ્દેદારો અને કાર્યકરો ખુબજ મોટી સંખ્યામાં માં હાજર  રહી આપ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..