Back

પંચમહાલ.કરાડ ડેમની નહેરોની સફાઈ થતા ખેડૂતોમાં આનંદ,શિયાળું-ઉનાળુંની ખેતી માટે ખેડૂતો આશાવંત

પંચમહાલ. ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી





પંચમહાલ જિલ્લાના ઘોઘંબા અને કાલોલ તાલુકાના ૨૫ ગામોમાં કરાડ ડેમની નહેરો દ્વારા ખેડૂતોને સિંચાઈના પાણી મળે છે. આ નહેરોમાં કાંપ જમા થઈ જવાના અને ઝાડી-ઝાંખરા ઉગી નિકળવાના કારણે પાણીના વહનમાં અવરોધ ઉભો થયો હતો. ખાસ કરીને બોરીયાવી હિલ ખાતે મોટા પથ્થરો પડવાથી આખી નહેર ચોક-અપ થઈ ગઈ હતી. સિંચાઈ વિભાગે પ્રિ-મોન્સૂન કામગીરીમાં આ નહેરોની સફાઈ કરતા છેવાડાના, કાલોલ તાલુકાના ગામોના ખેડૂતોમાં વિશેષ આનંદ વ્યાપી ગયો છે. 

વ્યાસડા ગામના ઠાકોર વિરેન્દ્રસિંહ, ઠાકોર જયેન્દ્રસિંહ, રાબોડના ખેડૂત અને કાલોલ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી મયુરભાઈ પટેલ, મલાવના માજી સરપંચ શ્રી મનુભાઈ, સામાજિક કાર્યકર કેસુભાઈ, સહકારી આગેવાન ગોકુળભાઈ, હિંમતભાઈ અને અન્ય ખેડૂત આગેવાનોએ નહેર સફાઈની આ કામગીરીને બિરદાવી છે તેમજ સરકાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા એક માસ જેટલા સમયમાં પૂરી કરવામાં આવેલી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. 

કરાડ ડેમ, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામે વર્ષ ૧૯૫૬-૫૭માં બાંધવામાં આવ્યો હતો. આ માટી પાળાનો બંધ ૯૭ ફૂટની ઉંચાઈ અને ૩૩૪૫ ફૂટ (૧,૦૨૦ મીટર) સાથે બાંધવામાં આવ્યો છે, જે ભારત જ નહિં એશિયાભરમાં પ્રથમ છે. બંધને કારણે લગભગ ૫૦ ચોરસ માઈલ વિસ્તારમાં જળાશય રચાયું છે. આ જળાશય ૧,૪૯૯ મીટર ઘનફૂટ પાણીની ક્ષમતા ધરાવે છે. આ જળાશય આધારિત ઘોઘંબા તાલુકાના ૧૧ અને કાલોલ તાલુકાના ૧૪ ગામોને સિંચાઈના પાણી મળી રહે તે માટે કરાડ સિંચાઈ યોજના અમલી બનાવી. કરાડ સિંચાઈ યોજના અંતર્ગત વર્ષ ૧૯૬૦-૬૧માં ૨૫.૬૦ કિલોમીટરની મુખ્ય નહેર સાથે ૬૮.૧૧ કિલોમીટરની શાખા અને પ્રશાખા નહેરોની કામગીરી પણ કરવામાં આવી. જેનાથી આ બંને તાલુકાની ખેડાણ લાયક ૬૧૯૧ હેક્ટર જમીનને પિયતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ. 

સંવેદનશીલ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો લીધા છે. બજેટમાં પણ કૃષિ, બાગાયત, પશુપાલન જેવા ક્ષેત્રોમાં સારી એવી જોગવાઈ કરી છે. સુજલામ-સુફલામ યોજના થકી જળ સંચયના મહત્તમ કાર્યોને સાકાર કર્યા છે તેમજ જનકલ્યાણઅર્થે ઝડપી નિર્ણયો કર્યા છે. 

ઘોઘંબા અને કાલોલ તાલુકાના ૧૫૦થી વધુ ખેડૂતોની નહેર સફાઈની રજૂઆતને સરકારે વાચા આપી સમય મર્યાદામાં તેનો નિકાલ લાવતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો છે અને સરકારની નિર્ણાયત્મકતાનો અહેસાસ થયો છે.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..