Back

પંચમહાલ જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતીની બેઠક યોજાઈ

ગોધરા સિવિલ હોસ્પિટલમાં પાણીનો નવો બોર અને સંપ, નવા ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન લાઈન સહિતની સુવિધાઓ ઉભી કરાશે

જિલ્લા કલેકટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે રોગી કલ્યાણ સમિતીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તેમણે નાણાંકીય વર્ષ 2018-19 અને 2019-20માં આર.કે.એસ અંતર્ગત થયેલ ખર્ચ અને આવકની વિગતો મેળવી  આર.એસ.બી.વાય, પી.એમ. જય અને મા અમૃતમ યોજના અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. રોગી કલ્યાણ સમિતીના ભંડોળનો ઉપયોગ જિલ્લાના દર્દીઓને વધુ સારી સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા પ્રયોજાય તેવા નિર્દેશ આપતા તેમણે  તેમણે પી.આઈ.યુ.ને   ગોધરાની સિવિલ હોસ્પિટલમાં એક નવો સમ્પ અને પાણીનો નવો બોર તેમજ નવા બનાવેલા ઓપરેશન થિયેટરમાં ટેમ્પરરી ઓક્સિજનની લાઈન નાંખવાના કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું.

બેઠકમાં હોસ્પિટલના બીજા માળના જુદા-જુદા વિભાગોના બેકઅપ માટે એક નવી જનરેટર સિસ્ટમ  ખરીદવાને મંજૂરી આપતા તેમણે ઈમરજન્સી એક્ઝિટ માટે એક અન્ય ગેટની જગ્યા નક્કી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી સુરેન્દ્ર મોઢ, તબીબી અધિકારી એસ.કે.જૈન, ગોધરા સિવિલ સર્જન સહિતના અધિકારીઓ અને રોગી કલ્યાણ સમિતીની સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..