Back

ગોધરા ખાતે ધી શેખ અંજુમન ચેરિટેબલ ડિસ્પેન્સરી અને મેટરનીટી હોમ ના સહયોગથી સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ ઓ.પી.ડી. સેન્ટરનો શુભારંભ

પંચમહાલ.ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલિયા

રિપોર્ટર. કાદિરદાઢી
સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, વડોદરા દ્વારા ગોધરા ખાતે ધી શેખ અંજુમન ચેરિટેબલ ડિસ્પેન્સરી અને મેટરનીટી હોમ ના સહયોગથી સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ મલ્ટી એન્ડ સુપર-સ્પેશ્યાલ્ટી ઓ.પી.ડી. સેન્ટર નો આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવિન સેન્ટરની શરૂઆત અત્રે એક વિશેષ મલ્ટી એન્ડ સુપર-સ્પેશ્યાલિટી કેમ્પ યોજીને કરવામાં આવી હતી, જેમાં આશરે 500 થી વધારે નગરજનોએ સ્વાસ્થ્ય તપાસ કરાવી હતી. ધી શેખ અંજુમન ચેરિટેબલ ડિસ્પેન્સરી અને મેટરનીટી હોમ ખાતે હવે થી નિયમિત ઓ.પી.ડી સેવાઓ પ્રત્યેક બુધવારે ઉપલબ્ધ રહેશે, જેમાં સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, રેસકોર્સ અને ભાયલી ના સુપર-સ્પેશ્યાલિટી નિષ્ણાતો સેવાઓ પ્રદાન કરશે. 

   આ વિશે વધુ માહિતી આપતા સ્ટર્લિંગ હૉસ્પિટલ, વડોદરા ના ઝોનલ ડિરેક્ટર,અનિલકુમાર નાંબિયારે  જણાવ્યુ હતુ કે આપણાં સમાજને સ્વસ્થ અને સુદ્ઢ કરી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવાના અમારા સંકલ્પને વધુ મજબૂત કરવા સમગ્ર વર્ષ દરમિયાન અનેક વિધપ્રવત્તિ ઓ હાથ ધરવામાં આવે છે. સમગ્ર ગુજરાત માં સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ એ કેન્સરની અત્યાધુનિક અને સંપૂર્ણ સારવાર આપતી હૉસ્પિટલ શૃંખલા છે. આધુનિક ટૅક્નોલૉજી અને નિષ્ણાત ડૉક્ટર્સની સેવાઓ તથા એક જ સ્થળે તમામ સારવાર-સુવિધાઓ આપવા અમે સજ્જ છીએ. વિવિધ રોગો અને કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં જનસામન્યને સર્વોત્તમ સારવાર-સુવિધાઓ આપવા સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ  પ્રતિબદ્ધ છે. આ વિશે લોક જાગૃતિના પ્રયત્નો સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે. આ વર્ષે લોક જાગૃતિ ની સાથે લોકસ્વાસ્થ્યને જોડીને અમે વિશેષ કાર્યક્રમો નું આયોજન કર્યુ છે, જે અંતર્ગત હવેથી ગોધરા સ્થિત ધી શેખ અંજુમન ચેરિટેબલ ડિસ્પેન્સરી અને મેટરનીટી હોમ નાખાતે નિયમિત મલ્ટી એન્ડ સુપરસ્પેશ્યાલ્ટીઝ ઓ.પી.ડી સેવાઓ શરૂ કરવામાં આવી છે. આજ રોજ મલ્ટીસ્પેશ્યાલ્ટી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગોધરાના સ્થાનિક રહિશોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો, રજિસ્ટ્રેશન કરેલી તમામ વ્યક્તિઓને સ્ટર્લિંગ હૉસ્પિટલના નિષ્ણતો દ્વારા નિશુલ્ક નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. 

   તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, વડોદરાના આનવિન પ્રયાસને કારણે ગોધરાના રહિશોને ઓન્કોલૉજી (કેન્સર સંબંધિત રોગો માટે ડૉ.  હરીશ વર્મા, કેન્સર ની શેક આપવાની સારવાર માટે ડૉ. એસ કે. અલી), કાર્ડિઓલૉજી (હૃદય રોગ સંબંધિત સમસ્યાઓ માટે ડૉ. રણજિત શુક્લા), યુરોલૉજી (મૂત્રરોગ સંબંધિત સમસ્યાઓ માટે ડૉ. ચિરાગ દલાલ), ન્યુરોલૉજી (મગજને લગતી સમસ્યાઓ માટે ડૉ. મૌલિક વાજા), ગેસ્ટ્રોએન્ટેરોલૉજી- મેડિસીન એન્ડ સર્જરી (લિવર અને પાચનતંત્રની સમસ્યાઓ માટે ડૉ. અંકુર તિવારી, પેટ અને આંતરડાંની સમસ્યા માટે ડૉ. ધર્મેશ શાહ) જેવા અનુભવી અને વિખ્યાત નિષ્ણાતો ની સેવાઓ ઘર આંગણેજ ઉપલબ્ધ થશે. 

   આ વિસ્તારના દર્દીઓને ઘર આંગણેજ ઉચ્ચસ્તરીય નિદાન સુવિધાઓ મળી રહે અને અન્યત્ર જવું ન પડે તે આશયથી આ ‘સુપર સ્પેશ્યાલ્ટી ઓ.પી.ડી. સર્વિસિસ’ શરૂ કરવામાં આવી છે. જેમાં સેવા આપનારા ડૉક્ટર્સ વિષયનિષ્ણાત અને અનુભવી છે. ‘સુપર સ્પેશ્યાલ્ટી સર્વિસિસ’ ના માધ્યમ થી દર્દીને આર્થિક રીતે પણ મદદરૂપ થવાના આશયથી તપાસફી નું ધોરણ ખૂબ ઈકનોમી દરે રાખવામાં આવ્યું છે, જેથી આર્થિક મર્યાદાઓ સચોટ નિદાન માં બાધારૂપ ન બને.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..