Back

ગોધરામાં મૃત યુવકની હત્યાની શંકા મામલે મૃતદેહ કબરમાંથી બહાર કાઢયો...

પંચમહાલ.

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી

ગોધરા સીગ્નલ ફળીયા વિસ્તારમાં સયુંકત પરીવાર સાથે રહેતા પરણીત યુવકનું તાજેતરમાં રાત્રે સૂઈ ગયાબાદ અચાનક મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે.પરીવાજનો એ સમાજના રીતી રીવાજ મુજબ કબ્રસ્તાન માં દફનવિધિ કર્યા બાદ પરીવાજનો ને પુત્રના મોત અંગે શંકા જતા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુરૂવાર ની સમી સાંજે ફરીયાદ નોંધાવતા આવતીકાલે સવારે પ્રાંત અધિકારી ની ઉપસ્થિત માં દફનાવેલા મૃતદેહને પરત બહાર કાઢયા બાદ જરૂરી પી.એમ.સહીત ની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું બી ડીવીઝન પી.આઈ.એ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું.

   પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં ગોધરાના સીગ્નલ ફળીયા માં પોતાના માતા પિતા સાથે સંયુક્ત પરીવાર માં રહેતા પરણીત યુવક શોએબ શોકત દુર્વેશ ઉ.વ.27 નાઓ ગત તા 11મી નવેમ્બર ના રોજ પોતાની પત્ની તથા બાળકને લેવા માટે સાસરી માં ગયેલ અને તા.12મી ના રોજ રાત્રીના દોઢ વાગ્યા ના અરસામાં તેની પત્ની જેનબ તથા બાળકને લઈ પોતાના ધરે આવેલ અને ત્યારબાદ પરીવાર ના સભ્યો બીજા માળે સૂઈ ગયા હતા જે વેળાએ શોએબ અને તેની પત્ની જેનબ તથા બાળક નીચે રૂમમાં સૂઈ ગયા હતા. ત્યારબાદ સવારે તેની પત્નીએ પરીવાર ના સભ્યો ને જણાવ્યું હતું કે તમારો છોકરો ઉઠતો નથી જેથી તેની માતા પુત્ર શોએબ ને જગાડવા માટે નીચે જતા પુત્ર માથે ચાદર ઓઢીને સૂઈ રહ્યો હતો જેને ઉઠાડવા જતા જેનું શરીર ઠંડુ પડી ગયેલું હતું જેથી તબીબ જોડે તપાસ કરાવતા હાજર તબીબે તેને મૃત જાહેર કરતા પરીવાજનો આધાતમાં સરી પડયા હતા અને પરીવાજનોમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી બનાવ ની જાણ સમાજ ના લોકોને કર્યા બાદ ત્રણ દિવસ અગાઉ સમાજ ના રીતી રીવાજ મુજબ શેખ મજાવર કબ્રસ્તાન ગોધરા ખાતે પુત્ર શોએબ ની દફનવિધિ કરવામાં આવી હતી પરંતુ હાલ પુત્રના મોતને લઈ પરીવાજનો ને શંકા જતા શોએબ ના પિતાએ શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.અને દફનાવેલા મૃતદેહની જરૂરી તપાસ ની માંગણી કરતાં આ બનાવ અંગે શહેર પોલીસે ગુરૂવારની સમી સાંજે ફરીયાદ નોંધી શુક્રવારે સવારે પ્રાંત અધિકારી ની ઉપસ્થિતિમાં દફનાવેલા મૃતદેહ ને બહાર કાઢવામાં આવશે અને પી.એમ.સહીત ની જરૂરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું બી ડીવીઝન પી.આઈ.બી.આર.ગોહીલે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..