Back

પંચમહાલમાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ગોધરા ખાતે મહિલા કૃષિ દિવસની ઉજવણી

પંચમહાલ.ગોધરા 

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી

 





  પંચમહાલ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની થઈ રહેલી ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે મહિલા કૃષિ દિવસની ઉજવણી કરાઈ હતી. ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, બાગાયત, પશુપાલન અને સહકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કાલોલના ધારાસભ્ય શ્રીમતિ સુમનબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે  જણાવ્યું હતું કે ગુજરાતની મહિલાઓ કૃષિ સહિતના દરેક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહી છે  આર્થિક સશક્તિકરણ મોરચે પણ ગ્રામીણ મહિલાઓએ પોતાની ભૂમિકા વધુ સશક્ત કરવાની જરૂર છે. 

કાર્યક્રમના મુખ્ય મહેમાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે જણાવ્યું હતું કે સરકારે મહિલાઓને વિકાસની પૂરતી તકો પૂરી પાડવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે પરંતુ તેમણે આ યોજનાઓનો લાભ લેવા માટે આગળ આવવું પડશે. જિલ્લામાં માતા-મરણના પ્રમાણનો ઉલ્લેખન કરતા તેમણે ઉમેર્યુ  હતું કે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપવાની જરૂર છે અને સ્વસ્થ સ્ત્રી જ સ્વસ્થ સમાજ અને સ્વસ્થ દેશનું નિર્માણ કરી શકશે. કાર્યક્રમમાં નિષણાંતો દ્વારા ખેતી, આત્મા પ્રોજેક્ટ, બાગાયત, પશુપાલન અને સહકાર લક્ષી તાંત્રિકતાઓ, યોજનાઓ અને નવિનતમ સંશોધનો અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવ્યા હતા. 

કૃષિ વૈજ્ઞાનિક ડો. કનકલતાએ જણાવ્યું હતું કે જિલ્લાની મહિલાઓ ખેતી અને પશુપાલનમાં ભારે મહેનત કરે છે પરંતુ આર્થિક અને ટેકનિકલ બાબતો અંગે તેઓ જાણકારી ધરાવતા નથી. તેમણે મહિલાઓને નેતૃત્વના ગુણો વિકસાવી પોતાના ઉત્થાનની દિશામાં પહેલ કરવા હાકલ કરી હતી. 

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, ખેત ઉત્પાદન સમિતીના ચેરમેન શ્રીમતિ કમળાબેન માંછી, જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન શ્રીમતિ જશોદાબેન બારિયા, આદિવાસી મોરચાના પ્રમુખ વિક્રમસિંહ ડિંડોળ તેમજ અધિકારીગણ અને મહિલા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..