Back

હાલોલની કલરવ શાળામાં "કલા મહાકુંભ" ની દબદબાભેર ઉજવણી કરાઈ

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



તા. 18 -1 -2020ને શનિવારના રોજ તાલુકા કક્ષાની કળા અને ટેલેન્ટ સંબંધિત વિવિધ સ્પર્ધાનું આયોજન હાલોલ શહેરમાં આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળાના પ્રાંગણમાં  તેમજ હાલોલ નગરપાલિકાના હોલમાં કરવામાં આવ્યુ હતું. 

  આ કલામહાકુંભ સ્પર્ધા નું આયોજન શાળાના આચાર્ય શ્રીમતી ડો. કલ્પનાબેન જોષીપુરા તેમજ તાલુકા કક્ષાના કલામહાકુંભના કન્વીઅર  હાર્દિકભાઈ જોષીપુરા ના માર્ગદર્શન હેઠળ શાળાના સર્વ શિક્ષકો દ્વારા સાર્થક કરવામાં આવ્યો હતો.

આ સ્પર્ધા નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જે સુષુપ્ત શક્તિઓ છે તેને કલા દ્વારા બહાર લાવી તેમજ કેટલાય માં છુપાયેલી કલાને સમાજ સુધી પહોંચાડવી. આ ઉદ્દેશ્યને સફળ બનાવવા માટે જ દર વર્ષે ભવ્ય કલામહાકુંભ નું આયોજન કરવામાં આવે છે. જેમાં હાલોલ તાલુકાની તમામ શાળાઓએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમકે સુગમ સંગીત, ગીત, સમૂહ ગીત, લગ્ન ગીત, ગરબા, ભારત નાટ્યમ, ફોક, મોનો એક્ટિંગ, ભવાઈ, વાંસળી, તબલા, હાર્મોનિયમ, ઓરગન, નિબંધ લેખન, વકૃત્વ સ્પર્ધા, ચિત્રકલા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.

આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઇ ત્યાર બાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હાલોલ મામલતદાર કટારા સાહેબ,  સેવાસદનના ઉપપ્રમુખ  વિભાક્ષી બેન દેસાઈ, જિલ્લાયુવા વિકાસ અધિકારી  રાજેશભાઈ વસાવા, હાલોલ નગર સેવાસદન ના પૂર્વ પ્રમુખ દિપ્તીબેન, સેવાસદનના સદસ્ય  ગીરીશભાઈ ઠક્કર, બી.આર.સી કૉ-ઓર્ડીનેટર  પીરઝાદા ભાઈ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી  આકાશભાઈ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સર્વેનું સ્વાગત પુસ્તક, પુષ્પગુચ્છ તેમજ શબ્દ સુમન થી કરવામાં આવ્યુ હતું.

આમ આ સમગ્ર કાર્યક્રમ ખુબજ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..