Back

હાલોલ :જેપુરા પ્રાથમિક શાળાના શિક્ષક અતુલ પંચાલને મોરારીબાપુના હસ્તે મળ્યો ચિત્રકુટ એવોર્ડ.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ તાલુકાના જેપુરા પ્રાથમિક શાળાના શિક્ષક અતુલ પંચાલનું ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માન.

શિક્ષક ને ચિત્રકૂટ એવોર્ડ અને ૨૫ હજારનું પ્રોત્સાહિત ઇનામ અર્પણ કરાયું હતું.

      હાલોલ તાલુકામાં ચિત્રકૂટ એવોર્ડ પ્રથમ વખત મળ્યો છે .


ભાવનગરના તલગાજરડા ખાતે ૧૫મી જાન્યુઆરીએ પરમ પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની જેપુરા કેન્દ્રવતી શાળા ના આચાર્યશ્રી ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

       પરમ પૂજ્ય વંદનીય મોરારી બાપુની પ્રેરણાથી ચિત્રકૂટ આશ્રમ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ માટે ની પસંદગી ગુજરાત રાજ્ય પ્રાથમિક  શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવે છે. તેમાં ચિત્રકૂટ એવોર્ડ 2019 માટે પંચમહાલ જિલ્લામાંથી હાલોલ તાલુકાની જેપુરા કેન્દ્રવતી શાળાના મુખ્ય શિક્ષક  અતુલભાઈ નાનજીભાઈ પંચાલ ની પસંદગી કરાઈ હતી જે પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે જેપુરાના શ્રેષ્ઠ શિક્ષક અતુલભાઈ પંચાલને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરાયો હતો.

   અતુલભાઇ પંચાલને અગાઉ સીઆરસી કક્ષાએ ,તાલુકા કક્ષાએ , જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તેમજ વહીવટી તંત્ર પંચમહાલ દ્વારા પણ તેઓનું વિશેષ સન્માન થયેલ છે. લાયન્સ ક્લબ દ્વારા પણ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલ છે. અતુલભાઇ પંચાલ સતત શાળા તેમજ સમાજ માટે પ્રવૃતિશીલ રહે છે .પંચમહાલ પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ  દ્વારા  તેઓની ચિત્રકૂટ 2019 ના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી અને ૧૫મી જાન્યુઆરી એ તેમને ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું તે બદલ બંને સંઘોનો શાળા પરિવાર  તેમજ ગ્રામજનો આભાર વ્યક્ત કર્યો હતો.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..