Back

હાલોલ: નીલગીરીના ઝાડ પર ફસાયેલા બગલાનુ રેસક્યૂ કરાયૂ.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



હાલોલ નગરના અરાદ રોડ પર નીલગિરી ના ઝાડ ઉપર એક બગલો ફસાયો હતો જેની જાણ હાલોલ ફાયર ફાઈટરને  11:30 વાગે પક્ષી બચાવો નો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા નીલગીરી ઉપર અંદાજે 50 ફીટ ટોચ ઉપર બ્લેક બગલો ફસાયેલ જોવા મળ્યો હતો જે  ચાર કલાકની  ભારે જહેમત બાદ ફાયર ટીમના મોઇન શેખ, સાધુ સંદીપ,હરેન્દ્રસિંહ ચૌહાણ, તથા જીતેન્દ્રસિંહ સોલંકી તથા આજુબાજુના સ્થાનિક મદદ કરનાર વ્યક્તિઓની મદદથી પક્ષીને સહી-સલામત આબાદ રીતે બચાવી લેવામાં આવ્યો હતો.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..