Back

હાલોલ:-જનવિકાસ સંસ્થાના ઉડાન શિક્ષણ કાર્યક્રમ હેઠળ જાગૃત વાલીઓ સાથે મિંટીગનુ આયોજન કરાયુ

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


જનવિકાસનો  ઉડાન શિક્ષણ કાર્યકમ એ ગુજરાતના ૭ જિલ્લાની ૮૦૦ સરકારી શાળાઓમાં RTE ના કાયદાનું અમલીકરણ થાય અને સરકારી શાળામાં બાળકોને ગુણવત્તાવાળું અને સમાવેશી  શિક્ષણ  મળે તે હેતુસર કાર્ય થઈ રહ્યું છે. જેમાં અંતરિયાળ વિસ્તારના વાલીઓ, એસ.એમ.સી. જાગૃત થઇ પોતાની શાળાનું સંચાલન કરે તે માટે તેમને નક્કી કરેલ ૮૦૦ સરકારી શાળાઓમાં ટેકો પૂરો પાડવામાં આવે છે.

જે સંદર્ભે ગતરોજ જનવિકાસ સંસ્થાના સંસ્થાપક ગગન શેઠી, જનવિકાસના CEO કીર્તિબેન જોશી, ઉડાન કાર્યકમના ટીમ લીડર જાનીસાર શેખ દ્વારા હાલોલ તાલુકાની કુમારશાળામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાલોલ અને કાલોલની આસપાસના ગામના એસ.એમ.સી. સભ્યો હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સરકારી શાળાના શિક્ષણને લગતી ચર્ચાઓ અને અનુભવોની રજુઆત કરવામાં આવી. એસ.એમ.સી ના સભ્યોની કામગીરી શું છે. કઈ રીતે એસએમસી પોતાના ગામની પ્રાથમિક શાળાનું વિકાસ કરી શકે તેમજ સરકારી શાળામાં એસ.એમ.સી. નું સપનું શુ છે તેનું આયોજન કરી કાર્ય કરે તો વધુ અસરકારક રીતે કાર્ય થઈ શકે છે તે બાબતની સમજ આપવામાં આવી. 

શિક્ષણની સાથે સ્કિલ ને લગતી પ્રવુતિઓ તેમજ ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેવી કે સિલાઈ કામ , ચિત્રકામ ,માટીકામ ,સુથાર કામ, કડિયા કામ આવી બધી ઘણી બધી બાબતો શાળામાં ન શીખવી શકાય.

● તાલુકાના શિક્ષણ સાથે જોડાયેલ બી.આર.સી પીરઝાદા સર તેમજ સીઆર.સી. અને શિક્ષકો સાથે પણ મુલાકાત કરી શિક્ષણ ને અસરકારક બનાવવા બાબતના સુચનોની આપલે  કરી.

● હાલોલ તાલુકામાં આવેલ કુંપાડિયા પ્રાથમિક શાળાના એસએમસી સભ્યો,વાલીઓ સાથે મિટિંગ કરી સમિતિની ભૂમિકા અને કામગિરીની સાથે આવનાર સમયમાં શાળાનું લક્ષ્ય શુ છે તેના પર વિચારણા કરી આયોજન કરવું અને તેને પાર પાડવા મહેનત કરવી તે બાબતના સૂચનો આપ્યા અને  એસ.એમ.સી.ના સભ્યો દ્વારા અગાઉ કરેલ સારી કામગીરી ને લઈને જનવિકાસ સંસ્થાના સ્થાપક ગગનભાઇ શેઠી દ્વારા તેમણે શાબાશી આપવામાં આવી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..