Back

હાલોલ:ગ્રામ્ય પોલીસને ચકમો આપીને ભાગી ગયેલ આરોપી પકડાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કમ્પાઉન્ડ હોલની દિવાલ કૂદી આરોપી ફરાર થઈ જવાની ઘટના બનવા પામતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી જોકે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ  તેને હાલોલ તાલુકાના વરસડા ગામે થી દબોચી લઈ ઝડપી  લેતા પોલીસ તંત્રએ   હાશકારો અનુભવ્યો હતો  દીવાલ કુદી ભાગવાની ઘટનાને અંજામ આપનાર આરોપીને હાલોલ રૂરલ પોલીસે  ગત 17/2/2020 ના બુધવારે દેશી દારૂના જથ્થા સાથે જાંબુડી ગામ ના ખેડા ફળિયા માંથી પકડયો હતો જેમાં સોમવારે તેના રિમાન્ડ પુરા થતા તેને ગોધરા સબ જેલમાં લઈ જવાના સમયે આ બનાવ બનવા પામ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગત તારીખ 17/2/2020 ના રોજ જાંબુડી ગામે ખેડા ફળિયામાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો ધંધો કરતો અને શિવરાજ માઇન્સ ખાતે રહેતા દિનેશભાઈ ઉર્ફે ચોટલી રૂપસિંહ રાઠવાને રૂરલ પોલીસે 71740/-રૂ.ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો જેમાં તારીખ 20 /2/2020ના  રોજ તેને નામદાર કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માગણી કરાઇ હતી જેમાં નામદાર જજે  તેને 22/2/ 2020 સુધીના જામીન મંજૂર કર્યા હતા જે બાદ 22/ 2020 ના રોજ સોમવારે તેના રિમાન્ડ પૂરા થતાં તેને ગોધરાની સબજેલમાં મોકલી આપવા માટે હાલોલ પોલીસ મથકની ટીમે તૈયારીઓ આરંભી હતી જેમાં રૂરલ પોલીસ મથકમાં આરોપી દિનેશ ઉર્ફે ચોટલીએ પોતાની છાતીમાં ગભરામણ થતી હોવાનું પોલીસને શિકાયત કરતા  પોલીસે તેને પોલીસ મથકમાં આવેલ કમ્પાઉન્ડમાં ખુલ્લી હવામાં બેસાડ્યો હતો જ્યાં તેને પાણીની માંગણી કરતા તેના ચોકી પહેરા માં રહેલ  પોલીસ કર્મચારી પાણી લેવા જતા આરોપી દિનેશ ઉર્ફે ચોટલી તકનો લાભ ઉઠાવી કમ્પાઉન્ડની દીવાલ કૂદી ફરાર થઈ જતા રૂરલ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ તેને શોધવા માટે દોડધામ મચાવી મૂકી હતી જેમાં આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા તે ન મળી આવતા રૂરલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેને ઝડપી પાડવા માટે પંથકમાં આખી રાત તપાસ હાથ ધરી હતી જેમાં તે મંગળવારે વહેલી સવારે હાલોલ તાલુકાના વરસડા ખાતેથી ઝડપાઇ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો જેમાં દિનેશ ઉર્ફે ચોટલી પોલીસ મથકની કમ્પાઉન્ડની દીવાલ કુદી ભાગતા રૂરલ પોલીસ મથકના પી.એસ.આઇ ઠાકોરે તેના વિરુદ્ધ હાલોલ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ઝડપાયેલા આરોપીનો કબજો મેળવી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..