Back

હાલોલમાં સમરસતા દિવસની ઉજવણી કરવામા આવી

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ તાલુકા કાનૂન સેવા સમિતિ દ્વારા હાલોલ કોર્ટના પ્રાંગણમાં મંગળવારે ભારતીય બંધારણ ના 70માં વર્ષની સમરસતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે હાલોલ શહેર તથા તાલુકાના વકીલો હાજર રહ્યા હતા.

     26 મી નવેમ્બર સમગ્ર ભારતવર્ષમાં  ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવાય છે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણના મુસદ્દાનો સ્વીકાર થયો હતો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આપણું બંધારણ તૈયાર થયું બંધારણ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2015માં થઈબંધારણના મહત્વના પ્રચાર-પ્રસાર કરવા હેતુ ઉજવણી શરૂ કરવામા આવી ઉલ્લેખનીય છે કે બંધારણનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો. બંધારણની ખાસ વાત એ છે કે અધિકાર અને કર્તવ્ય એટલે કે  રાઇટ્સ અને ડ્યુટી વિશે વિસ્તારથી વર્ણન કરાયું છે. બંધારણ સભાના સદસ્ય ભારતના રાજ્યની સભાઓના સભ્યો દ્રારા પસંદ કરવામાં આવ્યા હતા.

      આઝાદી મળ્યા પછી એક બંધારણ સભાની રચના કરવામાં આવી બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા29 ઓગસ્ટ, 1947ના રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઈડ્રાફ્ટિંગ કમિટીનીનું નેતૃત્વ ડૉ. ભીમરાવ આંબેડકરે કર્યું26 નવેમ્બર 1949ના રોજ બંધારણના મુસદ્દાનો સ્વીકાર થયો24 જાન્યુઆરી, 1950ના રોજ 284 સભ્યોએ હસ્તાક્ષર કર્યા 26 જાન્યુઆરી, 1950થી દેશમાં બંધારણ લાગુ થયું હતું.

સમગ્ર ભારત વર્ષમાં 26 મી નવેમ્બરે મનાવાતા બંધારણ અંતર્ગત હાલોલ તાલુકા કાનૂન સેવા સમિતિ દ્વારા 26 નવેમ્બર ના રોજ હાલોલ કોર્ટે ના પ્રાંગણમાં ભારતીય બંધારણ ની દિવસની ઉજવણી સમરસતા દિવસ તરીકે કરાઈ હતી આ પ્રસંગે હાલોલ શહેર સહિત હાલોલ તાલુકા ના તમામ વકીલો ઊપસ્થિત રહ્યા હતા અને બંધારણ વિશે સમાજમાં જાગૃતિ ફેલાય અને બહોળા પ્રમાણમાં લોકો બંધારણ વિષે સમજતા થાય તે હેતુ પર પ્રતિષ્ઠિત વકીલોએ વક્તવ્ય આપ્યું હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..