Back

હાલોલમા ક્રિકેટના સટ્ટા ઉપર પોલીસનો દરોડો, એક ઇસમ ઝડપાયો

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ હનુમાનજી મંદિર પાસે બે યુવાનો મોબાઈલમાં એપ્લિકેશ લિંક વડે ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની માહિતીના આધારે હાલોલ ટાઉન પોલિસે રેડ કરતા એક યુવાન ઝડપાઇ ગયો જ્યારે એક યુવાન ભાગવામાં સફળ રહ્યો હતો અફઘનિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે લખનવ ખાતે  રમાતી થર્ડ ઓ. ડી .આઈ. મેચ પર બન્ને યુવાનો સટ્ટો રમતા રમાડતા હતા. પોલીસે 35000/- નો મોબાઇલ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

   પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સોમવારના રોજ સાંજના હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ હનુમાન મંદિર નજીક બે યુવાનો પરેશકુમાર અશોકભાઈ રાજપૂત. રહે. બરફની ફેકટરી પાસે કંજરી રોડ હાલોલ. તેમજ હિમાંન્સૂભાઈ ઉર્ફે ભગત ગોકુલભાઈ શાહ.રહે.ફુલાભાઈ પાર્ક સોસાયટી.હાલોલનાઓ 1 પલ્સ કંપનીના મોબાઈલમાં લખનવ ખાતે રમાતી અફઘાનિસ્તાન વિથ વેસ્ટઇન્ડિઝ થર્ડ ઓ.ડી.આઈ. ક્રિકેટ મેચ પર એપ્લિકેશન લિંક htpp:// www.goldenexch gg.com/admin આધારે ક્રિકેટ મેચના સટ્ટાનો જુગાર રમી રહ્યા છે અને રમાડી રહ્યા હોવાની માહિતીના આધારે હાલોલ ટાઉન પોલીસે છાપો મારતા સ્થળ પરથી પરેશકુમાર રાજપૂત રંગે હાથે ઝડપાઇ ગયો હતો જ્યારે હિમાન્સૂભાઈ શાહ પોલીસ ને જોઈને સ્થળ પર થી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો પોલીસે પકડાયેલા આરોપી પાસે થી 1 પ્લસ નામની કંપનીનો મોબાઇલ કિંમત રૂ.35000/- ને ઝપ્ત કરી ગુનો નોંધી ફરાર થયેલ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..