Back

સૂરતના અગ્નિકાંડની ઘટના બાદ હાલોલ પાલિકા તંત્ર સફાળુ જાગ્યુ....જાણો કેમ

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





    સુરતના સરથાણામાં કોચિંગ ક્લાસીસ સેન્ટર માં ગતરોજ લાગેલ ભીષણ આગમાં ૨૧ વિદ્યાર્થીઓના મોત થયાના બનાવને પગલે હાલોલ તાલુકા વહીવટી તંત્ર સફાળુ જાગ્યું નગરમાં આવેલ તમામ ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલ તથા રેસ્ટ હાઉસ અને હોટલમાં ચેકિંગ હાથ ધરી ફાયર સેફટી ન હોવાને કારણે સંચાલકોને નોટિસ ફટકારી તાકેદ કરી ટૂંક સમયમાં જ સેફટી સુવિધાઓ ઉભી કરવા જણાવ્યું હતું

    સુરતના સરથાણામાં કોચિંગ ક્લાસીસ સેન્ટર માં  લાગેલ ભીષણ આગમાં ૨૧ વિદ્યાર્થીઓના મોત થયાના બનાવને પગલે હાલોલ તાલુકા વહીવટી તંત્ર સફાળો જાગી આજે પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં બેઠક મળી હતી જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત ખાતે થયેલા બનાવ ના પગલે નગરમાં  આવેલ તમામ સ્કૂલ-કોલેજ ટ્યુશન ક્લાસીસ ચાલતા સેન્ટરો પર તપાસ હાથ ધરી હતી.

   તમામ જગ્યા ઉપર તપાસ દરમિયાન ફાયરસેફ્ટીના અધિકારી-કર્મચારીઓ હાલોલ મામલતદાર આરોગ્ય ખાતાના અધિકારી સહિતની ટીમ દરેક સ્થળો પર પહોંચી આ સ્થળની મુલાકાત લીધી હતી સ્થળ પર આવતા લોકોને સંપૂર્ણપણે સુરક્ષા છે કે કેમ આકસ્મિક રીતે આગ લાગે તો શું કરવું તે અંગેના સેફટી સાધનો છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી નગરને મોટાભાગની હોસ્પિટલ હોટલ ટ્યુશન ક્લાસીસ સેફટી ની કોઈ સુવિધા ન હોવાનું જાણવા મળ્યું હતું તમામ સ્થળોએ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સેફટીની સુવિધા ઊભી કરવા માટે તાકેદ કરતી નોટિસ આપવામાં આવી હતી

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..