Back

હાલોલ વિસ્તારમા આવેલી ખાનગી કંપનીના કામદારોનુ મામલતદારને આવેદન

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલ ઇન્ડસુર ગ્લોબલ કાસ્ટ લિમિટેડ. કંપની ના કામદારોનો નિયમિત પગાર ન ચુકવાતા કામદારો દ્વારા હાલોલ મામલતદારને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.જોકે હાલોલ મામલતદાર સાહેબ સેવા સેતુના કાર્યક્રમમાં હાજરી આપવા હાલોલ તાલુકાના ખેરપ ગામે પહોંચ્યા હતા જ્યાં સેવા સેતુના ચાલુ કાર્યક્રમે કામદારોએ  આવેદન પત્ર  મામલતદાર સાહેબને હાથો હાથ આપ્યું હતું છેલ્લા બે ત્રણ દિવસ થી કામદારો પગારના મુદ્દે કામ પડતું મૂકી કંપની સામે લડત આપી રહ્યા છે જેમાં ગુરુવારના રોજ કામદારોએ  કંપનીના ગેટ પર સૂત્રોચાર કરી હલ્લો પણ મચાવ્યો હતો.


સેવાસેતૂ કાર્યક્રમમા એક ખાનગી કંપનીના કામદારો અચાનક કેમ પહોચ્યા.


      હાલોલ વડોદરા હાઇવે રોડ પર બાસ્કા ગામ નજીક નૂરપુરા ખાતે આવેલ ઇન્ડસુર ગ્લોબલ કાસ્ટ લી. નામની કંપની આવેલ છે જ્યાં 150 થી 165 કામદારો નિયમિત કામ કરે છે જે કામદારોને છેલ્લા કેટલાય સમયથી કંપનીના સત્તાધીશો દ્વારા નિયમિત પગાર ચુકવવામાં ન આવતા કામદારો આર્થિક ભીંસ માં આવી ગયા છે જેમાં વારંવાર કંપની સત્તાધીશોને રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય નિકાલ ન આવતા કામદારો પોતાના હક્ક માટે લડતના મુડ માં આવી ગયા હતા જેમાં ગુરુવારે કામદારોએ કંપનીના શોષણ સામે અવાજ ઉઠાવી કામકાજ અટકાવી કંપનીના ગેટ પર આવી કંપની સામે પોતાનો રોષ ઠાલવી હલ્લો મચાવ્યો હતો.

  જે બાદ શુક્રવારે ઇન્ડસુર કંપનીના કામદારોએ હાલોલ તાલુકાના ખેરપ ગામે સેવા સેતુના કાર્યક્રમ દરમ્યાન સેવા સેતુના ચાલુ કાર્યક્રમે પહોચી જઈ હાલોલ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું  આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ઇન્ડસુર કંપનીમાં કામ કરી પેટયું રળતા ગરીબ પરિવારના કામદારો સાથે કંપનીના સત્તાધીશો દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે જેમાં છેલ્લા કેટલાય સમય થી કામદારોને નિયમિત વેતન આપવામાં આવતું નથી બે ત્રણ માસ સુધી કામદારોનું વેતન અટકાવી દેવામાં આવે છે તેમજ કંપની દ્વારા લાઇટ બિલ ન ભરાતા  છેલ્લા એક વર્ષ માં  ત્રણ વાર વીજ કંપનીએ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો જે અંગે આજ થી એક વર્ષ અગાઉ રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલને પણ કામદારો દ્વારા રજુઆત કરાઈ હતી તેમ છતાં હાલમાં પણ 2 કરોડ ઉપરાંતનું વીજ બિલ બાકી રહેતા વીજ પુરવઠો વીજ કંપની દ્વારા બંધ કરી દેવાયો છે જેને લઈને કંપનીનું કામકાજ બંધ થતા કામદારોના પગાર કાપી લેવામાં આવે છે જેના કારણે ગરીબ કામદારોને આર્થિક સંકડામણ વેઠવી પડે છે અને કંપનીના મેનેજમેન્ટ આ બાબતે કઈ પણ જાતની પરવાહ નથી જેથી કરી આ કંપની સામે સામે યોગ્ય પગલાં ભરી કામદારોને પૂરતું વેતન નિયમિત મળી રહે તે માટે મામલતદાર ને આહવાન કરાયું હતું તેમજ આગામી દિવસોમાં આ મુદ્દે કોઇ યોગ્ય પગલાં નહિ ભરાય તો કંપનીના ગેટ પર બેસી  ભૂખ હડતાલ કરવા ચીમકી અપાઈ હતી જ્યારે આર્થિક સંકડામણ ને લઈ કોઈ ગરીબ કામદાર આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવા મજબુર થશે તો તેની જવાબદારી કંપની સહિત લાગતા વળગતા તંત્રની રહેશે તે પણ આવેદન પત્રમાં જણાવાયુ હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..