Back

દાહોદ:તરકડાં મહુડી ગામે એક પરિવારના છ સભ્યોની લાશ મળી આવતા ચકચાર, હત્યાની આશંકા

પંચમહાલ.

રિપોર્ટર. કાદિરદાઢી





દાહોદ જિલ્લામાં સંજેલી નજીક તરકડાં મહુડી ખાતે એક જ પરિવારના છ સભ્યોની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક દ્રષ્ટિએ સામૂહિક હત્યાની આશંકા સેવાઈ રહી છે. તરકડાંમાં એક જ પરિવારના છ વ્યક્તિઓની ગળા કપાયેલી હાલતમાં લાશ મળતા ગામમાં ચકચાર મચી ગઈ હતી.

   દાહોદના એસપી હિતેશ જોઈશરના જણાવ્યા મુજબ તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના ચાર સંતાનો હોવાની સંભાવના છે. જો કે પોલીસ તેમની ઓળખ કરી રહી છે. ગળા કપાયેલી હાલતમાં લાશો મળતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે.

   સંજેલીના અંતરિયાળ ગામ તરકડાંમાં સંભવિત હત્યા કરાઈ છે તે પરિવાર મજૂરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. પોલીસના મતે પાંચ મૃતદેહ ગામમાં રહેલા કાચા મકાનમાંથી મળી આવ્યા છે જ્યારે એક મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. પોલીસ હત્યાની આશંકાની દિશામાં તપાસ કરીને વધુ વિગતો મેળવવા પ્રયાસ કરી રહી છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..