Back

હાલોલના તળાવમા અગમ્ય કારણોસર યુવાને લગાવી મોત ની છલાંગ

પંચમહાલ.હાલોલ 

રિપોર્ટર. કાદિરદાઢી





હાલોલ નગરના મધ્યમાં આવેલ નગર પાલિકાના તળાવ મા ગત રાત્રી  દરમ્યાન એક 25 વર્ષીય  યુવાને મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી. હાલોલ નગરના ઘેટી ફળિયામાં રહેતા અને શાકભાજીનો  વ્યવસાય કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર તળાવમાં કુદી મોતને વ્હાલું કરતા આ મુદ્દો નગરમાં ટૉક ઑફ ધ ટાઉન બનવા પામ્યો હતો.

    પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ નગરમાં આવેલ ઘેટી ફળીયા ખાતે દૂધની ડેરી સામે રહેતા  પ્રકાશ મદનલાલ શાહ ઉ.વર્ષ.25 નાઓએ બુધવારે રાત્રીના  9:00 વાગ્યાના સુમારે હાલોલ નગરના મધ્ય માં આવેલ નગર પાલિકાના તળાવમાં  ગણપતિ મદિર ની પાળી પર ચડી ને કોઈ અગમ્ય કારણોસર  તળાવમાં મોત ની  છલાંગ લગાવી હતી. આ જોઈ આજુ બાજુના લોકો તેમજ રોડ પર થી પસાર થતા લોકો તળાવ ખાતે દોડી આવ્યા હતા  અને તાત્કાલિક હાલોલ નગર પાલિકાની ફાયર ફાઇટરની ટિમ અને પોલીસ ને જાણ કરવામાં આવી હતી  બનાવની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ ગણતરીનીજ મિનિટો માં ઘટના સ્થળ પર દોડી આવી હતી અને  પ્રકાશ ની શોધખોળ હાથ ધરી હતી.

   જોકે હાલોલ ફાયર ફાઈટર ની ટીમ દ્રારા ત્રણ કલાક ની ભારે જહેમત બાદ પણ પ્રકાશનો પતો ન મળ્યો હતો જ્યારે ફાયર ફાઇટરની ટીમ દ્વારા તળાવમાં બોટ ઉતારી બિલાડી નાખી શોધખોળ કરવા માં આવી હતી પરંતુ રાત્રી ના સમયે વધુ અંધારું હોવાથી શોધવામાં અડચણ પડતી હોવાથી કામગીરી મુલતવી રાખી  ગુરુવારે  વહેલી સવારે શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રકાશ નો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો જે બાદ તેના મૃતદેહને પી.એમ. અર્થે હાલોલની  રેફરલ હોસ્પીલ માં ખસેડવા માં આવ્યો હતો.

જ્યારે બનાવ અંગેની  જાણ થતાં હાલોલ મામલતદાર અને હાલોલ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે બનાવ અંગે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..