Back

હાલોલમા સ્ટેટ વિઝીલીયન્સનો સપાટો,લકઝરી કારમાથી દારુનો લાખોનો જથ્થો પકડાયો...

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ શહેર નજીક  પાવાગઢ વડોદરા બાયપાસ રોડ પર આવેલ જ્યોતિ સર્કલ પાસે ગાંધીનગર સ્ટેટ વિઝીલન્સની ટીમે ચોક્કસ બાતમીના આધારે ત્રણ લક્સઝુરિયસ કારમાથી સવા પાંચ લાખ રૂ.નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં સ્ટેટ વિઝીલન્સની ટીમે પાંચ (5) વ્યક્તિઓની ધરપકડ કરી હતી જયારે અન્ય ત્રણ વ્યક્તિઓ ભાગવામાં સફળ રહ્યા હતા સવા પાંચ લાખ રૂ.ના દારૂ સહિત ત્રણ વૈભવી કાર અને મોબાઈલ મળી કુલ રૂ. 22,5000/- નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગર ની સ્ટેટ વિજિલન્સ ટીમે હાલોલ ખાતે છાપો મારતા દારૂ નો વેપલો કરતા બુટલેગરોમાં પણ ખળભળાટ વ્યાપી ગયો હતો.

   પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર ની સ્ટેટ વિજિલન્સ ટીમ બુધવારના રોજ પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે પેટ્રોલીગ કરી રહી હતી તે દરમ્યાન વિશ્વનિય સૂત્રો પાસેથી બાતમી મળેલ કે હાલોલના પાવાગઢ વડોદરા બાયપાસ રોડ ખાતેથી વૈભવી કારોમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે જે ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ વિઝીલન્સની ટીમે આવી શંકાસ્પદ કારોનો ફિલ્મી ઢબે પીછો કરી હાલોલના જ્યોતિ સર્કલ પાસે આંતરી  ત્રણ વૈભવી કારમાંથી વિદેશી શરાબ ની કુલ 1316 નંગ બોટલો જેમની કિંમત રૂ.5,26,400/- ઝડપી પાડ્યો હતો. આ કારમાંથી સ્ટેટ વિજિલન્સ ની ટીમે (1) જુગનું ગોવિંદલાલ ભાવસાર.રહે.ઉદેપુર.રાજસ્થાન.(2) મુરલી શિવનારાયન જોષી. રહે.પ્રતાપનગર તા.બડ ગાંવ.જી.ઉદેપુર રાજસ્થાન.(3) ભુપેન્દ્ર પીયૂષકુમાર આમેરા.રહે.ઉદેપુર.રાજસ્થાન.(4) મુકેશદાસ સોહનદાસ સોની.રહે.દુદેર.જી.ઉદેપુર.રાજસ્થાન.(5) સુરેશ ભીમા સાલવી.રહે.દુદેર.જી.ઉદેપુર.રાજસ્થાન.નાઓની ધરપકડ કરી હતી. જોકે ત્રણેય વૈભવી કારો ની આગળ પાઈલોટિંગ કરતી એક કાર ભાગવામાં સફળ રહી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓ હોવાનું વિજિલન્સ ની ટીમે અનુમાન લગાવવામાં આવ્યુ હતું. સ્ટેટ વિજિલન્સ ની ટીમે 5,26,400/- રૂ. વિદેશી શરાબ સહિત ત્રણ કાર આઈ.10,ડસ્ટર,ઝાયલો જેની અંદાજે કિંમત.17,00,000/- તેમજ મોબાઈલ નંગ 7 જેની કિંમત.18,000/-અને રોકડ રકમ 2700/- રૂ.મળી કુલ 22,50,000/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.જયારે અટકાયત કરાયેલ 5 વ્યક્તિઓની કડક પૂછપરછ હાથ ધરી ભાગી છુટેલ વ્યક્તિઓને ઝડપવા ચક્રો  ગતિમાન કર્યા હતા.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..