Back

હાલોલ.દેવદિવાળીના દિવસે પ્રસિધ્ધ યાત્રાધામ તાજપુરા ખાતે ભકતોનુ ઘોડાપુર

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





હાલોલ તાલુકાના નારાયણ ધામ તાજપુરા ખાતે કારતકી પૂનમ ને દેવ દિવાળી એ મંદિર તેમજ પૂ. બ્રહ્મલીન બાપુની ગુફા ખાતે ધરાવવામાં આવતા અન્નકૂટ ના દર્શનાર્થે એક લાખ જેટલા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો અન્નકૂટ દર્શનનો લાહવો લઈ ને ધન્યતા અનુભવતા જોવા મળતા હતા.

    હાલોલ તાલુકા ખાતે આવેલ નારાયણ ધામ માં દેવ દિવાળી ના રોજ અન્નકૂટ દર્શનનો ભક્તોમાં વિશેષ મહિમા હોય છે. જેના કારણે વહેલી સવારથી જ ભક્તોનો મોટો પ્રવાહ તાજપુરા તરફ જતો જોવા મળતો હતો. જ્યારે તાજપુરા ને જોડતા તમામ માર્ગો પર નારાયણ ભક્તો નું કીડીયારુ ઉકાળેલું જોવા મળતું હતું. તેમજ ચારેકોર નારાયણ બાપુ કી જયના ભારે જય ઘોષ સંભળાતા હતા.

    જ્યારે તાજપુરા ખાતે અન્નકૂટ દર્શન વહેલી સવારે ૭ વાગ્યાથી ખુલ્લા મુકવામાં આવતા ભક્તો શિસ્તબદ્ધ રીતે શાંતિપૂર્ણ અને ભક્તિ સભર મહોલમાં અન્નકૂટના દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવતા હતા. જોકે અન્નકૂટ દર્શન બાદ ભાવિક ભક્તો પ્રાર્થના સભામાં ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રાર્થના સભા બાદ ભાઈ ભક્તો પૂજ્ય બાપુની સમાધિ ખાતે શીશ ઝૂકાવવા લાંબી લાંબી લાઈનોમાં જોડાયેલા જોવા મળતા હતા ત્યારબાદ ભક્તો એ મહાપ્રસાદનો લાહવો લીધો હતો.

   જ્યારે ભક્તોના ભારે પ્રવાહને ધ્યાને રાખીને હાલોલ રૂરલ પોલીસ દ્વારા ભક્તો ની સુરક્ષા તેમજ ટ્રાફિક નિવારણ ને ધ્યાને લઈને વાસેતી થી તાજપુરા ના માર્ગ પર તેમજ તાજપુરા પ્રવેશ દ્વારથી મંદિર પરિસર સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જમા ૧, ડીવાયએસપી, ૩, પી.આઈ, ૬ પી.એસ.આઇ તેમજ પોલીસ જવાન મહિલા પોલીસ હોમગાર્ડ જીઆરડી એમ કુલ મળી ૨૭૦ જેટલા પોલીસ કર્મીઓ દ્વારા ભાવિક ભક્તોની સુરક્ષા અર્થે તૌનાત કરવામાં આવ્યા હતા જ્યારે ભક્તોના ભારે પ્રવાહને ધ્યાને રાખી હાલોલ એસ.ટી દ્વારા હાલોલ તાજપુરા તેમજ તાજપુરા વડોદરા માટે વધારાની બસો ચલાવવામાં આવતી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..