Back

હાલોલ: આંબાવાડીયાની પરણિતાની આત્મહત્યા મામલે વળાંક,તેની હત્યા થઈ હોવાનુ બહાર આવતા ચકચાર

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી
હાલોલ તાલુકાના આંબાવાડિયા ગામની પરણીતાએ અગમ્ય કારણોસર સુરાજપુર ગામ ની સીમમાં ખાટી આંબલીના ઝાડ ઉપર ગળે ફાસો ખાઈ મોત ને ભેટી લેતા હાલોલ રૂરલ પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી હાલોલ રેફરલ ખાતે પી.એમ. કરાવી પરિણીતાનો મૃતદેહ તેના પરિવાર જણો ને સોંપ્યો હતો.પી.એમ નો રોપોર્ટ માં પરિણીતાનું મોત મોઢું તથા નાક દબાવી મોત નિપજાવ્યું હોવાનું આવતા પોલીસે પરિણીતાના પતિ તેમજ તેના અન્ય સાગરીતો વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.

     હાલોલના આંબાવાડીયા ગામના કિસ્સામાં નવો વળાંક.

   બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના ચાંચડીયા ગામ ના મણિલાલ જાદવ ની દીકરી જશોદાના લગ્ન આથી 12 વર્ષ પહેલા આંબાવાડિયા ગામે અતુલભાઈ નટવરલાલ પરમાર સાથે થયા હતા.  દરમ્યાન આથી પાંચ દિવસ પહેલા  જશોદાબેને કોઈ અગમ્ય કારણોસર સુરાજપુરા ગામ ની સીમ માં આવેલ ખાટીઆંબલી ના ઝાડ ઉપર સાડી બંધી ગળે ફાંસોખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગેની જાણ ચાંચડીયા ગામે થતા તેના પરિવાર જણો આંબાવાડિયા ગામે દોડી આવ્યા હતા અને ત્યાંથી ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવ અંગે ની જાણ જશોદાબેન ના કાકાના દીકરા દલપતસિંહ ગણપતસિંહ જાદવે હાલોલ રૂરલ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તબક્કે અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ ખાતે પી.એમ કરાવી પરિણીતાનો મૃતદેહ તેના પરિવાર જણો ને સોંપ્યો હતો.

   પી.એમ.રિપોર્ટમાં આપઘાત નહિ પરંતુ હત્યા થઈ હોવાનું બહાર આવ્યું.

    જ્યારે ગતરોજ રેફરલ હોસ્પિટલ ના મેડિકલ ઓફિસરે પી.એમ.રિપોર્ટ રૂરલ પોલીસ ને આપતા તેમાં જણાવ્યું હતું કે મરણ જનાર નું મોત નાક તથા મોઢું દબાવવાથી શ્વાસ રૂંધાઇ જતા મોત નીપજ્યું છે. જેથી હાલોલ રૂરલ પોલીસ મથક ના પી.આઈ એમ ઝેડ પટેલે જીંવત ભરી તાપસ કરતા બહાર આવ્યું હતું કે જશોદાબેન અતુલભાઈ પરમાર ઉ.વર્ષ.30 ને ગત તા.26/ 11/2019 મંગળવારના રોજ  કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલ એક ગેસ્ટ હાઉસમાં તેના ફોઈના છોકરા સાથે રોકાયેલ હતી. જે અંગેની જાણ તેના પતિ અતુલને થતા તે ત્યાં આવી પહોંચ્યો હતો. જેમાં તેના મનમાં શંકાનો કીડો સળવળ્યો હતો. જેને લઈ ને અતુલે સગા સંબંધીઓને ગેસ્ટ હાઉસ ખાતે બોલાવ્યા હતા જ્યાં થી બધા જશોદાબેનને લઈ આંબાવાડિયા ગામ પહોંચ્યા હતા જ્યાં ગ્રામજનોને બોલાવી હકીકત થી વાકેફ કર્યા હતા જેમાં જશોદાના સંબંધીઓએ તેણીએ ભૂલ કરી હોવાનું જણાવી તેને પિયર લઈ જવા તૈયારી દર્શાવી હતી પરંતુ અતુલે મોકલવાની ના પાડતા તેના પરિવારજનો જશોદાને આંબાવાડિયા ગામે મૂકી જતા રહ્યા હતા. 


 જે બાદ ગત તા 28/11/19 ના રોજ સવારે હાલોલ તાલુકાના રવાલિયા ગામમાં આવેલ સુરજપુરા ફળીયા ખાતે આંબલીના ઝાડ ની ડાળી પર સાડીનો ગાળિયો બનાવી ગળે ફાંસો ખાધેલ હાલતમાં જશોદાબેન નો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવ ની જાણ હાલોલ રૂરલ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી લાશને પી.એમ.માટે હાલોલની રેફરલ હોસ્પિટલે મોકલી આપી પ્રથમ તબક્કે  આત્મહત્યા  અંગે ગુનો દાખલ કરી કાયદાકીય તપાસ હાથ ધરી હતી. જોકે પી.એમ. રીપોર્ટમાં  મરણજનાંર જસોદાનું નાક તથા મોઢું દબાવવાથી  શ્વાસ રૂંધાઇ જતા મોત થયું હોવાનો ખુલાસો થયો હતો. જેમાં તેની હત્યા ઠંડા કલેજે કરાઈ હોવાનો ઘટસ્ફોટ થતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ગેસ્ટ હાઉસ માંથી પોતાના સંબંધી સાથે ઝડપાયેલ જશોદા સામે તેના પતિએ વેર રાખી તેનું કાસળ કાઢી નાખવા પ્લાન ગઢયો હતો. જેમાં  જશોદાબેન નું મોઢું થતા નાક દબાવીને કરેલ હત્યાને આત્મહત્યામાં ખપાવવા તેની લાશ આંબલીના ઝાડ પર ગળે સાડીનો ગાળિયો ભરાવી લટકાવી દેવાનો કારસો રચાયો હતો. જે અંગે જશોદા ના કાકાના છોકરા દલપત સિંહે  રૂરલ પોલિસ મથકે અતુલ તેમજ અન્ય ઈસમો વિરુદ્ધ સાથે મળી એક બીજાની મદદગારી કરી જશોદાની હત્યા કરી હોવા અંગેનો ગુનો નોંધાવતા પોલીસે શંકાને લઇ જશોદા ના પતિ તેમજ તેના સાગરીતો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..