Back

હાલોલ:આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળહળતી હાલોલની કલરવ શાળા

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





તાજેતરમાં લખનૌ ખાતે યોજાયેલ 22 માં આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ ક્વોલિટી સર્કલ અધિવેશનમાં હાલોલની કલરવ શાળાના ૧૫ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા આચાર્ય ડો. કલ્પનાબેન જોષીપુરા  તેમજ ચેરમેન શ્રી હાર્દિક ભાઈ  જોષીપુરા ના નેતૃત્વ હેઠળ ભાગ લીધેલ. આ અધિવેશન તારીખ 27 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી યોજાયેલ જેમાં વિશ્વના 16 દેશોના 1800  વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે કેસ સ્ટડી પ્રેઝન્ટેશન, નુક્કડ નાટક, ક્વિઝ, વકૃત્વ, પોસ્ટર્સ સલોગન, કોલાની, સાંસ્કૃતિક કાર્યક્રમ વિગેરે હતા. આ સ્પર્ધામાં ડો. કલ્પનાબેન જોષીપુરા ના નેતૃત્વ હેઠળ ગુજરાતની વિવિધ શાળાઓના 100 વિદ્યાર્થીઓ પણ  ભાગ લીધો હતો.

   કલરવ શાળાના ધોરણ 6-7 ના વિદ્યાર્થીઓ એ "પારંપારિક રમતોનું મહત્વ" સમજાવતા કેસ સ્ટડી રજૂ કરી વિશ્વનો સર્વોત્તમ એવોર્ડ ઈશીકાવા એવોર્ડ પ્રાપ્ત કરેલ છે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની ગરિમા હેઠળ સુંદર લોકનૃત્ય રજૂ કરી દ્વિતીય ઈનામ પ્રાપ્ત કરેલ છે. આમ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેસ સ્ટડીમાં  પ્રથમ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં દ્વિતીય ઈનામ મેળવી વિશ્વના તખ્તા પર હાલોલને ઝળકાવ્યું છે. 

    છેલ્લા ૨૦ વર્ષથી પ્રતિવર્ષ શાળાના વિજેતા બની ગુજરાતને ગૌરવ અપાવે છે. શાળા પરિવાર આ તમામને અભિનંદન પાઠવે છે સાથે શાળાના શિક્ષકો સુમન સર, સુનીલ સર, જાહ્નવી મેડમ અને સાંસ્કૃતિક કાર્યક્રમના કોરીયો ગ્રાફર ડેવિડ સર ને પણ  વિશેષ અભિનંદન સાથે વાલીઓને પણ અભિનંદન પાઠવે છે. તારીખ 3 ડિસેમ્બર ના રોજ વિશ્વ વિજેતા ટીમ હાલોલ પરત ફરી રહી છે  જેના સ્વાગત ની તાડમાર તૈયારીઓ થઈ રહી છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..