Back

હાલોલ કોંગ્રેસ દ્રારા મામલતદારને આવેદન આપ્યું

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ કમિટી દ્વારા  કેન્દ્ર અને રાજ્યની ભા.જ.પા  સરકારની પ્રજાવીરોધી નીતિઓ અને સરેઆમ તમામક્ષેત્રે નિષ્ફળતા ઓ ના આક્ષેપો સાથે શુક્રવારના રોજ હાલોલ મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યાનુસાર આર્થિક મંદી ,બેરોજગારી નું વિક્રમજનક પ્રમાણ , અતિશય મોંઘવારી ,હાલની અતિવૃષ્ટિ  કમોસમી વરસાદને કારણે ખેડૂતોની આર્થિક બરબાદી પાક વીમો અને અન્ય લાભ આપવા સરકારની નિષ્ક્રિયતા , કાયદો તથા   વ્યવસ્થા પડી ભાગવી, બેંકિંગ વ્યવસ્થાની ગંભીર અસર જેવા અનેક પ્રજાને મુશ્કેલી સર્જક પ્રશ્નો જે માટે દેશમાં ચિંતા નારાજગી અને ભારે આક્રોશ છે ત્યારે આવી અનેક બાબતે પ્રજાની વેદનાને વાચા આપવા માટે પંચમહાલ જિલ્લા કૉંગ્રેસ તથા યુથ કોંગ્રેસ દ્વારા "જન વેદના આંદોલનના કાર્યક્રમનું" આયોજન કરેલ હતું.. 

વધુમાં હાલોલ તાલુકામાં ૧૩૦ ટકાથી વધુ વરસાદ હોવાથી ખેડૂતોનો પાક પણ નિષ્ફળ નીવડ્યો છે.. જેમને પણ આર્થિક સહાય અને પાક વીમો તરત જ આપવા  સાથે તાત્કાલિક ધોરણે  ખેડૂતોને ન્યાય અને યુવા બેરોજગારોને રોજગારી આપવી  ના વિષય સાથે ધરના, આંદોલન અને મામલતદારશ્રી ને આવેદનપત્ર નો કાર્યક્રમ ગોઠવેલો હતો.

જ્યારે આવેદનપત્રમાં વધુમાં જણાવ્યાનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ગાંધી પરિવારની એસ પી જી સુરક્ષા ઉઠાવી લેવા અંગે કેન્દ્ર સરકાર દ્વેષપૂર્ણ કામગીરી કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો વધુમાં ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ કરવામાં આવી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..