Back

હાલોલ પંથકમાં ઓવરલોડ માટી ભરેલી ત્રણ ટ્રકો પકડી પાડી

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ પ્રાંત અધિકારી તેમજ હાલોલ મામલતદારે હાલોલ કંજરી રોડ ઊપર થી પસાર થતી માટી ભરેલી ૩ ટ્રેલર ને રોકી તેની જાત તપાસ કરતા ત્રણ ટ્રકમાંથી પરમીટ કરતાં વધારે માટી નો જથ્થો ભરેલો હોવાથી રૂપિયા ૨૧ લાખની ત્રણ ટ્રકને કબજે કરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર આવનાર દિવસોમાં હાલોલ કંજરી રોડ ચોકડી થી બાયપાસ સુધી ફોર લેન રોડ ની કામગીરી શરૂ થનાર હોય હાલોલ પ્રાંત અધિકારી  તેમજ હાલોલ મામલતદાર સર્વે માટે નીકળ્યા હતા. દરમિયાન આ રોડ ઉપર ૩ ટ્રકો માટી ભરેલી પસાર થતા આ ત્રણેય ટ્રકો  ને રોકી તેની પાસેથી રોયલ્ટી પાસ તેમજ અન્ય કાગળો ની માગણી કરી ચકાસણી કરતા તેઓ પાસે રોયલ્ટી પાસ કૌશલ કોર્પોરેશન ના નામે મળી આવ્યો હતો.  અને તુલસી વીલા ખાતે નાખવાની હતી. પરંતુ તેમની પાસે વજન પાસ મળી આવ્યા ન હતા. જેથી આ ત્રણેય ટ્રકો વજન કરાવતા પરમીટ કરતો વધારે જથ્થો માટેનો મળી આવતા આ ત્રણેય ટ્રક ને કબજે કરેલ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ઝડપાયેલી ત્રણેવ ટ્રક બાબતે જિલ્લા કલેક્ટરને તેમજ ખાણ ખનીજ વિભાગ જાણકારી હોવાનું પ્રાંત અધિકારી જણાવ્યું હતું.

   આજરોજ પ્રાંત અધિકારી વધારે પડતી માટી ભરેલી ત્રણ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા માટીનો ખનન કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..