Back

હાલોલ પંથકમા નાકાબંધી તોડીને ભાગતી કારમાથી વિદેશીદારુનો જથ્થો હાલોલ પોલીસે પકડયો.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી






હાલોલ શહેર તથા રૂરલ અને પાવાગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી  ભારતીય બનાવતનો અલગ અલગ બ્રાન્ડ નો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં દિલધડક ઓપરેશન હાથ ધરી એક સ્વીફ્ટ ડિઝાઇર કારમાંથી 1,37,340/. રૂપિયા નો વિદેશી શરાબ તેમજ કાર ની અંદાજે કિંમત એક લાખ રૂપિયા મળી કુલ 2,37,340/. રૂપિયા નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.જ્યારે બે વ્યક્તિની ધરપકડ કરી હતી

     રાજ્યમાં દારૂ બંધી ને કડક હાથે અમલમાં લેવાય તે માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ હાલોલ શહેર તથા રૂરલ પોલીસ બુટલેગરો ને ડામવા કવાયત હાથ ધરી છે જેમાં શુક્રવારના રોજ પાવાગઢ પોલીસે બાતમીના આધારે એક સ્વીફ્ટ કાર દારૂ ભરીને  પાવાગઢ તરફથી હાલોલ તરફ જતી હોવાની માહિતી હાલોલ શહેર પી.આઈ ને આપી હતી જેમાં આ સ્વીફ્ટ કારને ઝડપવા હાલોલ રૂરલ પોલીસ પણ જોડાઈ હતી  જેમાં હાલોલ પોલીસે પાવાગઢ રોડ પર ગાયત્રી મંદિર પાસે બેરીકેટ મૂકી નાકાબંધિ કરી હતી જે દરમ્યાન પાવાગઢ તરફથી સફેદ કલરની સ્વીફ્ટ કાર પુર ઝડપે આવતી દેખાતા કાર ને ઉભી રાખવા ઈશારો કરતા કારના ચાલકે પોલીસની નાકાબંધી તોડી ભાગવાના પ્રયાસમાં કારને બેફામ રીતે હંકારતાં કારનાં ચાલકનો સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા કાર પાવાગઢ રોડ ખાતે આવેલ ગાયત્રી મંદિર નજીક ની ખુશી ટ્રેડર્સ નામની દુકાન સામે આવેલ  ટાયરોના મુકેલ જથ્થા ઉપર ચઢી ગઈ હતી જેમાં આસપાસ ના વાહનોને પણ અડફેટમાં લેતા આસપાસના વાહનોને પણ નુકશાન પહોંચવા પામ્યું હતું જ્યારે સ્વીફ્ટ કાર પણ ક્ષતિગ્રસ્ત થઈ હતી જે બાદ પોલીસે કાર ની તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવતનો શરાબનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો જેમાં વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની  કુલ ૬૬૦ નંગ બોટલો મળી આવી હતી જેની અંદાઝે કિંમત રૂપિયા ૧,૩૭,૩૪૦/- તથા સ્વીફ્ટ કારની કિંમત ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૩૭,૩૪૦/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો

 જ્યારે પકડાયેલા શરાબના જથ્થાની હેરાફેરી કરતા ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા ભારતીય બનાવટની શરાબનો જથ્થો મધ્યપ્રદેશ ના કથીવાડા થી  ઉદયભાઈએ મોકલેલ અને રાજકોટ ના મહેશભાઈ ને પહોંચાડતા હોવાનું ખુલવા પામ્યું હતું જેમાં વિદેશી શરાબની હેરફેર કરતા વિપુલભાઈ મૂળજીભાઈ જાડા રહે,માડાડુંગર,તા, જિલ્લો,રાજકોટ,મૂળ રહે, બોધરા વદર તા, જસદણ,જિલ્લો,રાજકોટ તેમજ રાકેશ કાળુભાઇ ભવર રહે,ચેતીપુર તા, ભાભરા,જિલ્લો,અલીરાજપુર મધ્યપ્રદેશ નાઓ ની ધરપકડ કરી હતી જ્યારે ઉદયભાઈ રહે,કઠીવાળા તેમજ મહેશભાઈ રહે,રાજકોટ નાઓ સામે પણ પ્રોહીબિશન એકટ ની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

     જ્યારે હાલોલ શહેર રૂરલ તથા પાવાગઢ પોલીસ મથકનું વિભાજન નહોતું થયું ત્યારે આ રીતે જ સંયુક્ત રીતે વિવિધ ઓપરેશનો કરી હાલોલ પોલીસે અનેક આરોપીઓને ઝડપયા હતા અને બુટલેગરો નો ઝબ્બે કરી શરાબના જથ્થા પકડ્યા હતા જેમાં આજે હાલોલ પોલીસ રૂરલ પોલીસ તેમજ પાવાગઢ પોલીસે સંયુક્ત રીતે હિતિહાસ નું પુનરાવર્તન કરી આ સિવફ્ટ કારને ઝડપવાનું સફળ ઓપરેશન પાર પાડી પોલીસ ની તાલમેલનો પરચો બતાવ્યો હતો

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..