Back

દિલ્લી માં વકીલ ઉપર થયેલા હુમલાના બનાવને લઇને હાલોલના વકીલોએ નોધાવ્યો વિરોધ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ બાર એસોસિયેશન દ્વારા દિલ્હીની તીસ હાજરી કોર્ટમાં  વકીલો ઉપર થયેલા હુમલાનો શુક્રવારે હાલોલ કોર્ટ ખાતે  વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં વકીલોએ લાલ પટ્ટી ધારણ કરી સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો હતો.

     દિલ્હીની તીસ હજારી કોર્ટ ખાતે વકીલો ઉપર થયેલા હુમલા સંદર્ભે હાલોલ કોર્ટના વકીલોએ લાલપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દિલ્હી વકીલ મંડળને સમર્થન આપ્યું હતું તા.૨નવેમ્બરના રોજ દિલ્હી પોલીસ દ્વારા વકીલો ઉપર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવ્યો હતો જે અનુસંધાનમાં હાલોલ બાર એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ગોહિલ, ઉપ પ્રમુખ વિનોદભાઈ વરિયા, સેક્રેટરી દિનેશ રાઠોળની અધ્યક્ષતામાં હાલોલ કોર્ટ ખાતે આવેલ વકીલ રૂમમાં  વકીલોની મિટિંગ મળી હતી જેમાં સર્વાનુમતે ઠરાવ પાસ કરી બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી બનાવ અંગે કડક પગલાં લેવા તેમજ વકીલો ન્યાયની પ્રણાલીમાં પ્રજાના પ્રતિનિધિ હોઈ પ્રજા માટે ન્યાય અપાવવા સીધી રીતે પોલીસ સાથે  રજુઆત કરતા હોઇ અવાર નવાર પોલીસ કનડગત થતી હોઈ વકીલોની  સલામતી સુરક્ષા અન્વયે એડવોકેટ પ્રોટેક્શન બિલ  બનાવવા  સરકારને આહવાન કરાયું હતું જે બાદ  કોર્ટ કમ્પાઉન્ડમાં એકત્ર થઈ સુત્રોચ્ચાર કરી વકીલો ઉપર થયેલ હુમલાને પુરજોશ વિરોધ કરી  સર્વાનુમતે પસાર કરેલ ઠરાવ  બાર કાઉન્સિલ ગુજરાત અને તીસ હજારી કોર્ટ ખાતે  બાર એસોસિયેશનને મોકલી આપ્યું હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..