Back

હાલોલ તાલૂકાના આંબાવાડીયા ગામની પરણિતાએ ગળે ફાસો ખાઈ કરી આત્મહત્યા..

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





હાલોલ તાલુકાના આંબાવાડિયા ગામની પરણીતાએ અગમ્ય કારણોસર સુરાજપુર ગામ ની સીમમાં ખાટી આંબલી ઝાડ ઉપર ગળે ફાસો ખાઈ મોત ને ભેટી લેતા નાનકડા ગામ માં ચકચાર મચી જવા પામી હતી. 

     બનાવ અંગેની જાણ હાલોલ રૂરલ પોલીસ ને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ બાદ અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ ખાતે પી.એમ કરાવી પરિણીતાનો મૃતદેહ તેના પરિવાર જણો ને સોંપ્યો હતો. 

    બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના ચાંચડીયા ગામ ના મણિલાલ જાદવ ની દીકરી જશોદાના લગ્ન આથી 12 વર્ષ પહેલા આંબાવાડિયા ગામે અતુલભાઈ નટવરલાલ પરમાર સાથે થયા હતા.  દરમ્યાન આજે સવારે જશોદાબેન એ કોઈ અગમ્ય કારણોસર સુરાજપુરા ગામ ની સીમ માં આવેલ ખાટીઆંબલી ના ઝાડ ઉપર સાડી બાંધી ગળે ફાંસોખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

   બનાવ અંગેની જાણ ચાંચડીયા ગામે થતા તેના પરિવાર જણો આંબાવાડિયા ગામે દોડી આવ્યા હતા અને ત્યાંથી ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવ અંગે ની જાણ જશોદાબેન ના કાકાના દીકરા દલપતસિંહ ગણપતસિંહ જાદવે હાલોલ રૂરલ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ બાદ અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ ખાતે પી.એમ કરાવી પરિણીતાનો મૃતદેહ તેના પરિવાર જણો ને સોંપ્યો હતો.

  જ્યારે જશોદાબેને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે પોલીસ તાપસ માં જ બહાર આવશે. નાનકડા ગામ માં આત્મહત્યાનો બનાવ બનતા ચર્ચાનો વિષય બન્યો હતો.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..